સુરત મહાનગર પાલિકા સિક્યુરિટી એજન્સી માં પગાર,હાજરી અને કામના સમય(પાળી)માં ચાલતું કોભાંડ!!!

 



પાલિકાની મિલકતોની સુરક્ષા માટે વર્ષે 30 કરોડના ખર્ચે 10 એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યા હતા.જેમાં 10 એજન્સી દ્વારા સિક્યોરીટી સુપરવાઇઝર, ગનમેન અને ગાર્ડ મળી કુલ 1932 જવાનો ફાળવવાના હતા.પાલિકા મુખ્યાલય સહિત તમામ ઝોનમાં અને BRTSના શેલ્ટરો પર 1 વર્ષ માટે સિક્યુરિટી સ્ટાફ ફાળવવાના અંદાજે 30 કરોડ રૂપિયાના કામ આપવામાં આવ્યા હતા.જો કામગીરી સંતોષકારક જણાશે તો વધુ 2 વર્ષ માટે મુદ્દત લંબાવવા એટલે 3 વર્ષ માટે 90 કરોડ રૂપિયાના કામ મંજુર કરાશે.

  


સુરત મહાનગર પાલિકામાં થયેલા ઠરાવ અને આપેલા વર્ક ઓર્ડર દ્વારા કુલ 10 જેટલી ખાનગી સિક્યુરિટી એજન્સીઓ મારફતે લેબર કોન્ટ્રાક્ટ એક્ટ હેઠળ ના લાઈસન્સ થી કુલ 1932 કામદાર સાથેની કામગીરી સોંપવામાં આવેલી છે તેની સાથે થયેલા કરારની શરતો તથા સરકારી મજૂર કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાની જવાબદારી એજન્સીઓએ બજાવવાની હોય છે.કોન્ટ્રાક્ટ લેબર એક્ટ તથા લઘુત્તમ વેજીસ એક્ટનો અમલ કરવામાં આવતો હોય તેવું જણાય આવતું નથી.



એક સર્વે કરાતા વિવિધ જગ્યાએ સુરક્ષા જવાનોને રૂબરૂ પૂછતા પગાર મુદ્દે શોષણ કરવામાં આવી રહ્યું હતું.એજન્સીઓ દ્વારા ફાળવેલા સુરક્ષા જવાનોને મીનીમમ વેજિસ્ એક્ટ હેઠળ પગાર ચૂકવવામાં આવતો નથી, 8 કલાકની નોકરીના બદલે 12 કલાકની પાળીમાં 5 હજાર થી લઈને 9 હજાર પગાર આપવામાં આવી રહ્યા છે જેમાં પગાર સ્લીપ આપવામાં આવતી નથી.મનપા માં થયેલા ઠરાવમાં જણાવેલ વિગતે ૧૦ ખાનગી સીકયુરીટી એજન્સીઓને તા.૧–૪–૨૦૨૧ ના રોજથી અમલી મીનીમમ વેજીસ, પી.એફ. ઈ.એસ.આઈ. તેમજ સર્વીસ ચાર્જ સહિત સીકયુરીટી સુપરવાઈઝરના રૂા.12,546, ગનમેનના રૂા.12,863 અને સીકયુરીટી ગાર્ડના રૂા.12,264ના માસિક વેતનથી ત્રણ વર્ષ માટે ઉકત કામગીરી સોંપવાનું તેમજ સદર એજન્સીઓ સાથે કરારનામુ કરવામાં આવ્યું હતું.

 

સર્વે કરાયેલ સ્થળો.

1 ચોક બજાર કિલ્લામાં 1 પાળીમાં 18 સિક્યુરિટી જવાનો ફાળવવામાં આવ્યા છે.જ્યાં સ્થળ પર 18 જવાનો દેખાયા તો ના હતા પણ હાજર જવાનોમાં સગીર વયના જવાનો યુનિફોર્મ માં જોવા મળ્યા હતા.3 પાળીની ગોઠવણ મુજબ પાળીના સમય સવારે 8 થી 4,4 થી 12 અને 12 થી 8 નક્કી કરવામાં આવ્યા છે જેમાં રાત્રે 10.25 કલાકે ચેક કરતા 18 સુરક્ષા જવાનો માંથી 1 પણ હાજર ના હતા.



2 ચોક બજાર ગાંધીબાગ ખાતે 3 પાળી દીઠ એક પાળીમાં 2 જવાનો ફાળવવામાં આવ્યા છે.જેમને પગાર મુદ્દે પૂછતા 6000 રૂ/- પગાર આપવામાં આવી રહ્યો હતો.


3 રાંદેર BRTS બસમાં શેલ્ટરમાં તપાસ કરવામાં આવી હતી જેમાં 8 જગ્યાએ રૂબરૂ જવાનને પૂછતા પગાર અને કામના સમયમાં ઠરાવ અને લેબર એકટના નિયમોનું ઉલ્લધન દેખાય આવ્યું હતું,જે વીડિયોમાં જોઈ શકાય છે.


સુરત મહાનગર પાલિકામાંથી ટેન્ડર અને વર્ક ઓર્ડર મેળવી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાના પુરાવા મળી આવ્યા હતા.એક અંદાજે વર્ષે 30 કરોડના બિલો પાસ કરાવી મોટા કોભાંડ કરવામાં આવી રહ્યા છે.ઘણા પોઇન્ટ પર કાગળ પર સિક્યુરિટી ગાર્ડ હાજર બતાવી બિલો પાસ થતાં હોવાની ચર્ચાઓ હાલ ચાલી રહી છે.પ્રજાના વેરા થકી આવેલા નાણા ખોટા બિલો પાસ કરાવી વેડફી નાખવામાં આવતા હોય તેમ દેખાય આવે છે.


સુરત શ્રમ આયોગની ઓફિસ તો આવેલી છે પણ શ્રમ કાયદા હેઠળ કામદારોને રક્ષણ મળતું હોય તેવા એકપણ કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી.શ્રમ વિભાગના અધિકારીઓ કાયમ વિવાદ અને ગોકુળ ગતિએ કામ લેવામાં માહિર હોય તેવી બૂમો ઉઠવા પામી હતી.


મનપાના ચીફ સિક્યુરિટી જાગ્રત નાયકના તાબા હેઠળ ચાલતી આ એજન્સીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે ?


વધુ આવતા અંકે....

Comments