રાશન કાર્ડ EKYC માં ટાઊટ અને એજન્ટ પ્રથા,સ્ટાફની અછત, સર્વર ડાઉન જેવી સમસ્યાઓને દૂર કરવા વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.
પુણા સહિત શહેર તેમજ જીલ્લાની વિવિધ પુરવઠા કચેરીઓમાં રાશન કાર્ડના કે.વાય.સી.ની કામગીરીમાં ટાઉટ પ્રથા બંધ કરી ઓફિસોમાં સ્ટાફની અછત દુર કરવા સહિત સમયસર કામગીરી શરૂ કરવા તથા અવારનવાર સર્વર ડાઉનની સમસ્યાનું નિરાકરણ કરી પ્રજાને પડી રહેલી સમસ્યાઓનું યુધ્ધના ધોરણે દુર કરવા બાબતે આવેદન આપી જિલ્લા પુરવઠા અધિકારી સાથે રૂબરૂ ચર્ચાઓ કરી.
સુરત શહેરના પુણા સહિત વિવિધ વિસ્તારોમાં આવેલ પુરવઠા વિભાગની કચેરીઓમાં હાલમાં સવારથી લાઈનો લાગી રહી છે જેથી રાજય સરકારશ્રી ધ્વારા નિયત કરેલ સમયમર્યાદામાં રાશન કાર્ડના કે.વાય.સી.ની કામગીરી કરી શકાય., પરંતુ ૩ દાયકાથી વધુ સમયથી સત્તા ભોગવી રહેલ બિનસંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મોટાભાગના શિક્ષિત યુવકો માટે વિવિધ પંચાયતો,પાલિકાઓ તથા રાજય સરકાર હસ્તકની કચેરીઓમાં ભરતીઓ બંધ કરવામાં આવેલ હોય મોટાભાગની કચેરીઓમાં સ્ટાફની અછત વર્તાય છે તેમજ જે સ્ટાફ છે તે પણ સમયસર ઓફિસની કામગીરીમાં જોતરાતો ન હોય ટાઉટ પ્રથાને આધારે મોટાભાગની રાજય સરકારશ્રીની કચેરીઓ ચાલી રહેલ છે પરિણામે ટાઉટો/એજન્ટો/દલાલો વગર પ્રજાને કામ કરવામાં અત્યંત કપરી સહનશકિત અને સમયના વેડફાટ વાળી સંવેદનશીલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તેમ છતાં વિવિધ જે તે વિસ્તારના ધારાસભ્યોના પેટનું પાણી નથી હલતું પરિણામે પ્રજાએ સરકારશ્રી સમયાંતરે બહાર પાડવામાં આવતા વિવિધ કામોની સમયમર્યાદામાં કામો કરવા પોતાના કમાણીના પૈસાનો પ્રસાદ ટાઉટો મારફત સરકારશ્રીના અધિકારીશ્રીઓ/કર્મચારીઓને ધરવો પડી રહેલ છે અને આમને આમ સરકારનો વિકાસ પ્રજાને માથે ચઢીને પ્રજાને ધકકા ખાવા અને લાઈનોમાં ઉભા રહેવાથી બચવા ટાઉટો મારફત કામો કરાવવા ફરજ પાડી રહેલ છે.
![]() |
બહુમાળી c બિલ્ડિંગ |
સવાર 6 વાગ્યાથી લાઇનો જોવા મળે છે.
![]() |
બહુમાળી A બિલ્ડિંગ (નાના બાળકો,મહિલાઓ,સિનિયર સિટીઝન પણ લાઈન જોવા મળી રહ્યા હતા.શહેરની જનતા સરકારી કામકાજથી પરિચિત હોય જેથી ટિફિન અને પીવાનું પાણી લઈને પહોંચે છે.) |
આવેદન પત્રમાં કરવામાં આવેલી રજૂઆત...
આજરોજ મારા સહિત ઉપનેતાશ્રી મહેશભાઈ અણઘણ તેમજ સ્થાનિક નગરસેવક શ્રીમતી શોભનાબેન કેવડીયા ધ્વારા અંદાજે ૧૦ લાખની વસ્તી માટે ફાળવેલ પુણા પુરવઠા વિભાગની કચેરીએ પડતી મુશકેલીઓ અંગેની મળેલ ફરિયાદો અંગે સ્થળ મુલાકાત હાથ ધરતા ખુબ જ શરમજનક હકીકત સામે આવેલ છે જેમાં યુધ્ધના ધોરણે જરૂરી સુધારાઓ હાથ ધરી જવાબદારો સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરશોજી.
પુણા પુરવઠા વિભાગની કચેરીએ સવારે ૫ વાગ્યાથી લાઈનમાં ઉભેલા લોકોના વિવિધ અરજીઓ/રજુઆતો સવારે ૧૧:૦૦ થી પણ વધુ સમય થયેલ હોવા છતાં ધ્યાને લેવામાં આવેલ નહી તેમજ સવારે ૧૦.૩૦ થી પણ વધુ સમય થયેલ હોવા છતાં ઓફિસ પર તાળું લાગેલ હોય છે જે કચેરીના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓની ફરજમાં અનિયમિતતા અંગે ખુલાસો મેળવીને સમયસર ઓફિસ શરૂ થાય અને લોકોની રજુઆતો ધ્યાને લેવાય તે મુજબના આદેશ કરશોજી.
પુણા પુરવઠા વિભાગની કચેરીએ સવારે ૫ વાગ્યાથી લાઈનમાં ઉભેલા લોકોના વિવિધ અરજીઓ/રજુઆતો પર સમયસર કાર્યવાહી થતી ન હોવાથી તેમજ વિવિધ વાંધાઓ ઉભા કરીને લોકોને વારંવાર ધકકા ખવડાવવામાં આવતા હોવાની ફરિયાદો ધ્યાને આવેલ છે જયારે આ જ પુરવઠા કચેરીની બહાર વિવિધ અરજીઓ/રજુઆતો અંગે વારંવારના ધકકાથી બચવા ટાઉટો કચેરીને બહાર બેઠા છે જેમને નિયત રકમની ચુકવણી કરતા તાકીદે કામ કરવામાં આવી રહેલ છે જે સમગ્ર હકીકત જોતા સદર પુરવઠા વિભાગની કચેરીના કર્મચારીઓ અને ટાઉટોની મીલીભગત સ્પષ્ટ જણાય આવે છે. તેમજ ભાજપના કેનોપી ઉભા કરીને ત્યાં ટાઉટો ધ્વારાવિવિધ અરજીઓની કામગીરી ઝડપથી પુર્ણ કરાવવા ગેરકાયદેસરના નાણાંની ઉઘરાણી બેરોકટોક અધિકારીશ્રીઓની રહેમનજર હેઠળ થઈ રહેલ છે જે બાબતે જવાબદાર અધિકારીશ્રીઓ પાસે ખુલાસાઓ મેળવી થઈ રહેલ ગેરરીતીઓને યુધ્ધના ધોરણે રોકશોજી.
ઉપરાંત, આપશ્રી ધ્વારા પુણા વિસ્તાર સહિત સમગ્ર શહેર અને જિલ્લાના લોકોને પડી રહેલ વિવિધ સમસ્યાઓ અને ચાલી રહેલ ગેરરીતીઓને ઉજાગર કરવા સુરત શહેરમાં આવેલ વિવિધ પુરવઠા કચેરીઓની આકસ્મિક મુલાકાતો હાથ ધરીને થઈ રહેલ લાલીયાવાડી બદલ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પારદર્શક અને પ્રજાલક્ષી વહીવટી પ્રક્રિયા અપનાવશોજી.
આપશ્રી ધ્વારા તાબા હેઠળની વિવિધ પુરવઠા કચેરીઓમાં સ્ટાફ સમયસર કામગીરી શરૂ કરે છે કે નહી ? તેમજ પ્રજાની અરજીઓ ટાઉટો મારફત સ્વીકારનારાઓની મિલકતોની તપાસ કરી તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરીને વહીવટી અનિમિયતતાઓ ૫૨ અંકુશ મેળવશોજી.
આપશ્રી ઘ્વારા તાબા હેઠળની વિવિધ પુરવઠા કચેરીઓની સામે અરજીઓ પર કામગીરી કરતા ટાઉટોને જાહેર રોડ પરથી દુર કરવા અને તેમનો કચેરી પ્રવેશ બંધ કરવા જરૂરી આદેશ બહાર પાડશો તથા તેના ઉલ્લંઘન બદલ દાખલારૂપ કાર્યવાહી હાથ ધરી થઈ રહેલ વહીવટી અનિમિયતતાઓ પર અંકુશ મેળવશોજી.
આપશ્રી ધ્વારા વિવિધ પુરવઠા કચેરીઓમાં લોકોના રાશનકાર્ડમાં આધારકાર્ડમાં હયાત લીંક થયેલ આધારકાર્ડ અન્ય લોકોના હોવાનું ધ્યાને આવેલ છે તેમજ ઘણાં આધારકાર્ડ નંબર ખોટા હોવા છતાં લીંક થયેલ છે જે એક ગંભીર ક્ષતિ હોય તેની વીજીલન્સ તપાસ હાથ ધરવી જરૂરી છે. જે અંગે જે તે જવાબદાર કર્મચારીઓ પાસે ખુલાસાઓ મેળવીને પ્રજાને કર્મચારીઓની રેઢીયાળ કામગીરીના કારણે ઉભી થતી તકલીફોથી બચાવવા જરૂરી દિશાનિર્દેશ પુરા પાડશોજી.
આપશ્રી ધ્વારા વિવિધ પુરવઠા કચેરીઓમાં લોકોના રાશનકાર્ડમાં કે.વાય.સી.ની પ્રક્રિયા હાથ ધરવા વસ્તીના પ્રમાણમાં જરૂરી સ્ટાફની અછત દુર કરાવશો તેમજ વારંવાર સર્વર ડાઉનની સમસ્યાનું કાયમી નિરાકરણ કરીને લોકોની કામગીરી ઝડપથી ટાઉટ વગર પુર્ણ થાય તે મુજબની સુદ્રઢ વ્યવવસ્થા ગોઠવશોજી.
સરકારી કચેરીઓના ચાલતા ગેરવહીવટ નો ભોગ શહેરની જનતા બની રહી હોય જેને ધ્યાને લઇને વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.
પાછલા ઘણા સમયથી જિલ્લા પુરવઠા વિભાગ સતત વિવાદો વચ્ચે જોવા મળી રહ્યું છે.
બહુમાળી C બિલ્ડિંગ ખાતે 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા.ટોકન સિસ્ટમ હેઠળ ફકત 96 ટોકન આપવામાં આવ્યા હતા.4 વાગે તપાસ કરતા ટોકન સિસ્ટમ પ્રમાણે 45 નંબર ચાલી રહ્યો હતો.જિલ્લા પુરવઠા અધિકારી જો તપાસ કરાવે કે ટોકન કેટલા આપ્યા અને EKYC કેટલા થાય છે તો સમગ્ર હકીકત બહાર આવે તેમ છે.સ્માર્ટ સિટી તરીકે લેબલ તો મેળવી લીધું પણ સરકારી કામકાજ એજ પોરાણીક વ્યવસ્થા મુજબ જ ચાલે છે.
![]() |
પડતી તકલીફોનું ક્યાંથી નિવારણ આવે..!!! |
ચર્ચાઓ મુજબ ટાઉટો અને એજન્ટો રોકી કટકી ઉપર સુધી પહોંચાડવામાં આવે છે???
વધુ આવતા અંકે...જોડાયેલા રહો સેવન સી ન્યૂઝ સાથે...
Comments
Post a Comment