સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવનાર મનપાના વેસ્ટ ઝોનની વરવી હકીકત, ઠેર ઠેર કચરાના ઢેર બન્યા ગારબેજ ડમ્પીંગ સાઈટ ..!!!

 

સુરત મનપા ભારતભરમાં "ગાર્બેજ ફ્રી સ્ટાર સિટી" તરીકે સ્વચ્છતા હેઠળ પ્રથમ ક્રમે નામના મેળવી છે.પ્રથમ ક્રમ જાળવવા આગળની રણનીતિ ઘડી તે દિશામાં આગળ વધી રહી છે.રાંદેર ઝોનમાં આરોગ્ય અધિકારી અને વોર્ડ ઓફિસમાં કંઈક અલગ જ ચાલતું હોય તેમ સ્વછતા અભિયાનથી વિપરીત કામગીરી જોવા મળી રહી છે.ઓફિસમાં બેસી અથવા હાજરી પુરાવી ઘરે સમય પસાર કરતા હોય તેવા દ્રશ્યો તેમના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.ફકત હાજરી પુરવા અને પગાર લેવા જેટલી કામગીરીના દર્શન તેમના તાબા હેઠળના વિસ્તારોમાં ગંદકી જોઈને લાગી રહ્યા છે.ઠેર ઠેર કચરાના નયુસંસ પોઇન્ટ હવે ડમ્પીંગ સાઈટના નિર્માણ પામ્યા છે.  અઠવાડિયે એકવાર સફાઈ કરવા તંત્ર જતું હોય તેમ અશહ્ય વાસ મારતા કચરાના ઢેર,જ્યાં તમામ પ્રકારના સુકા ભીના સહિતના કચરાને સુનિયોજિત ઠાલવવામાં આવતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.જ્યાં તમામ પ્રકારના બેક્ટેરિયા,મચ્છર અને જીવલેણ બીમારીઓ વિકાસ થઈ રહ્યા છે.અઠવાડિયે એકાદ વાર આરોગ્ય વિભાગ દ્વારા જેસીબી મશીન ફેરવી કચરાને સાઈડ પર કરી દેતા હોય તેમ જણાય આવે છે.

 ગોરાટ રોડ જીલ્લાની બ્રિજ પાસે
જિલ્લાની બ્રિજ નીચે

ગોરાટ થી રાંદેર તરફ જતા


સોલિડ વેસ્ટ પ્રોસેસ માટે સોલિડ વેસ્ટ કલેક્શન કરવું જરૂરી છે પણ અહીંયા તો ઠેર ઠેર કચરાનો નિકાલ કરી,આગ લગાડી નાશ કરવામાં આવી રહ્યો છે.

સંસ્કાર ભારતી વિદ્યાલય,વેજીટેબલ માર્કેટ પાસે.

સ્વચ્છ હવા મુદ્દે પણ સુરત મનપાએ એવોર્ડ લીધા બાદ આવા દ્ર્શ્યો મનપાની આબરૂ લજવી રહ્યા છે..!!!
બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ પણ જાહેરમાં કરવામાં આવી રહ્યો છે.



સોલિડ વેસ્ટ રિડ્યૂઝ, રિયૂઝ, રીસાઇકલ અને રિ-પર્પઝ હેઠળ કચરાને વર્ગીકૃત કરી ઉપયોગ અને ટ્રાન્સફર સ્ટેશનોની સંલગ્ન કામગીરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન જેવા મુદ્દે રાંદેર ઝોન આરોગ્ય વિભાગ ગાઢ નિંદ્રામાં હોય તેમ જણાય આવે છે.મનપા આરોગ્ય અધિકારીઓ અને તેમના તાબા હેઠળના અધિકારીઓની જવાબદારી નક્કી કરી જ્યાં સુધી કડક કાર્યવાહી નહી કરવામાં આવશે ત્યાં સુધી કોઈ ફરક પડે તેમ લાગી રહ્યું નથી.








Comments