સુરત વીયર કમ કોઝવેના સ્ટ્રેન્થનીંગ માટે 17.86 કરોડના ખર્ચે બનાવેલ આર.સી.સી. લોન્ચીંગ એપ્રોનનું ધોવાણ...વખતો વખત નાના–મોટા પુર દરમ્યાન વિયર ઓવર—ફલો થઈ પાણીનાં પ્રવાહની શકિતથી થતા "નુકશાનના કાયમી નિવારણ" ભાગ રૂપે બનેલા કામના સળિયા સહિત પોપડા નીકળી ગયા.




આરસીસી સ્લોપિંગ એપ્રોન,સીસી બ્લોક અને રબલ લોન્ચિંગ એપ્રોન ત્રણેય ક્ષેત્રે કામગીરી બાબતે ક્યાં ચૂક થઈ તે હવે તપાસનો વિષય બન્યો છે.જે તપાસ થાય તો બહાર આવે બેદરકારી બદલ કોણ જવાબદાર..?




ડિફેક્ટ લીયાબિલિટી પીરીયડ સમાપ્ત થાય તે પહેલાં જ નબળી કામગીરીને કારણે ધોવાણ નજરે ચડયું હતું.તા 28-10-22માં વર્ક કમ્પ્લીશન સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.જ્યારે કે તા 24-6-22ના રોજ 3.53 કરોડનો




એડિશનલ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.એક સર્વે મુજબ તા 27-11-22 દરમ્યાન કોફર ડેમ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી.તા 16-12-22 સુધી જાહેર માહિતી અધિકારી દ્વારા PMC/TPI ફાઇનલ રીપોર્ટ,વર્ક કમ્પ્લીશન સર્ટીફીકેટ બાકી હોવાનું જણાવ્યું હતું.પહેલા ચોમાસાની સીઝનમાં જ સીસી બ્લોક અને લુઝ રબલ સ્ટોનની કામગીરીના ચોંકાવનારા દ્ર્શ્યો નજરે ચડ્યા હતા તેમ છતાં ડિફેક્ટ લીયાબિલિટી પિરિયડ હેઠળ કામ લેવા કે રીપોર્ટ કર્યા હોય તેમ જણાય આવતું નથી.



વર્ષ 1995 માં 31 કરોડના ખર્ચે બનેલ કોઝ્ વે અડીખમ છે.જ્યારે કોઝ્ વે લોન્ચિંગ એપ્રોનને મજબૂતાઇ આપવા બનેલ એપ્રોન 17.86 કરોડના ખર્ચે 2 વર્ષ પૂરા થાય તે પહેલાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે.






વીયર કમ કોઝવેની કામગીરી વર્ષ ૧૯૯૫ માં પુર્ણ થયેલ હતી. ત્યાર બાદ આજ દિન સુધી વખતો વખત નાના–મોટા પુર દરમ્યાન વિયર ઓવર—ફલો થઈ પાણીનાં પ્રવાહની શકિતથી ડાઉન સ્ટ્રીમમાં ચેઈનેજ ૪૦ મી. થી ૩૧૦ મી.ના ભાગનો ફ્લેકસીબલ લોન્ચીંગ એપ્રોન" વારંવાર નુકશાન થતો આવેલ છે. જેથી સદર નુકશાન ના કાયમી નિવારણ ના ભાગરૂપે વર્ષ – ૨૦૧૫ર્મો સર્વે કરી SVNIT, સુરત સંસ્થાને OVER ALL SAFETY ASSESSMENT ની કન્સલટન્સી સોંપવામાં આવેલ. તેમના ધ્વારા સુચવેલ ઉપાયોને 'CDO' (Central Design Organization) ગાંધીનગરમાં તારણો અર્થે મોકલ્યા બાદ 'GERI' (Gujarat Engineering Research Institute) વડોદરા ખાતે વિયરનું 2D મોડલ સ્ટડી કરાવ્યા બાદ કોસ્ટ એસ્ટીમેટીંગ, ટેન્ડર ડોક્યુમેન્ટ અને ડ્રોઈગ્સ તૈયાર કરવા અત્રેથી વિયરના મુળ સ્ટ્રકચરલ ડીઝાઈનર મલ્ટીમીડીયા કન્સલટન્ટ, અમદાવાદને કન્સલટન્સી સોંપવામાં આવેલ. જેમાં એટલે કે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી ટેન્ડર વારંવાર રી – ટેન્ડીંગ થયેલ. જેમાં છેલ્લે ચોથી વખત બીજા પ્રયાસ રૂપે ૨૦૨૦–૨૧, ટેન્ડર નોટીસ બહાર પાડી કામની અંદાજીત રકમ રૂા.૧૨,૩૩,૦૯,૨૨૬.૬૧. થી ૧૬.૨૦% ઉંચુ એટલે કે રકમ રૂ.૧૪,૩૨,૮૫,૩૨૧.૩૨ પૈ. નું મેહુલ જીઓ પ્રોજેકટસ એલ.એલ.પી., વડોદરાનું ટેન્ડર સ્થાયી સમિતિ ઠરાવ નં.૧૦૬૯/૨૦૨૧ તા.૦૭–૧૦–૨૦૨૧ થી મંજુર કરવામાં આવેલ. ઈજારદારને કામગીરી શરૂ કરવા અત્રેથી પત્ર નં. HED/OUT/W.O./19 તા.૨૫/૧૦/૨૦૨૧થી ર્વક ઓર્ડર આપવામાં આવેલ છે. સદર કામની સમય મર્યાદા ૦૮ (આઠ) માસ (ચોમાસા સિવાય) ની હતી.


વધારાનું કામ...જસ્ટીફીકેશન સાથે અંદાજ..


(૧) વર્ષો વર્ષના વિયરના ઓવરફલો તેમજ રોજે રોજની ભરતીના લીધે ટોટલ ૨૭૩૭ સી.સી.બ્લોક માંથી અંદાજીત ૧૨૦૦ સી.સી.બ્લોક ભરતીના કાદવ સાથે અંદાજીત +૩.૦૦ મી. આર.એલ. થી ૩ થી ૫ મીટર જેટલી ઉડાઈમાં સેટલમેન્ટ થયેલ છે. સદર સી.સી.બ્લોકને બહાર કાઢવા માટે વર્ષો વર્ષ દરમ્યાન જમા થયેલ સીસ્ટ દુર કરવા હયાત બ્લોક એપ્રોનના સેટલ્ડ સ્ટ્રેટામાં ખોદાણ કરવું પડે તેમ છે. જેના કારણે વિયરની નેચરલ પ્રોફાઈલ ડીસ્ટર્બ થાય જે હીતાવહ નથી. તેમજ ૩ થી ૫ મીટર જેટલી ઊંડાઈમાંથી સી.સી.બ્લોકસ બહાર કાઢવા શક્ય પણ નથી. જેથી ૧.૫ મી. × ૧.૫ મી. ૪૦.૯ મી.ની સાઈઝમાં અંદાજીત ૧૨૦૦ સી.સી.બ્લોકસ નવા કાસ્ટ કરવા પડે તેમ છે.


(૨) લુઝ રબલ એપ્રોનમાંના રબલ સ્ટોન પર વર્ષો વર્ષના વિયરના ઓવરફલો તેમજ રોજે રોજની ભરતીના લીધે કાદવ – સીલ્ટ સાથે સેટલમેન્ટ / ધોવાણ થયેલ છે. જેના કારણે હયાત એપ્રોનમાંથી રબલ ઊંડાણમાં ચાલ્યા ગયેલ હોય કે ધોવાણ થઈ ગયેલ હોય લુઝ રબલ એપ્રોનમાં નવા રબલ ફીટ કરવા પડે તેમ છે.


(૩) વર્ષો વર્ષના વિયરના ઓવરફ્લોના લીધે હેઠવાસમાં ચેઈનેજ ૧૫૦ મી. થી ૨૮૦ મી. વચ્ચે કે, જયાં કોફર ડેમ બનાવવામાં આવેલ છે. આ સ્થળે પાણીના પ્રવાહને કારણે ધોવાણને લીધે ખુબ જ ઉંડી ચેનલ બની ગયેલ હોવાથી કોફર ડેમની વધારાની કામગીરી થયેલ છે.


સદર બાબતો ધ્યાને રાખી વધારાના કામ તરીકે તા 24-6-22ના રોજ 3.53 કરોડનો એડિશનલ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.



વિવાદ....

-1200 સીસી બ્લોક કાઢવાની જગ્યાએ તેની પરિસ્થિતિ કે સ્થિતિ જાણ્યા વિના ભીના કાદવ વચ્ચે દબાયેલા સીસી બ્લોક ઉપર જ આરસીસી સ્લોપિંગ એપ્રોન બનાવી દેવામાં આવ્યું જે આગળ જતાં પુર પ્રવાહના કારણે હાઇડ્રોલિક પ્રેશર સર્જાયને નીચે બેસી જાય તો નવાઈ નહી.જેના શરૂઆતી પરિણામો જોવા મળી રહ્યા છે.

સીસી બ્લોક કામ આપવા પહેલા(આરસીસી 

સ્લોપિંગ એપ્રોન બનાવવા પહેલાની તસવીર)

- લુઝ રબલ સ્ટોનનું કામ પૂર્ણ થયાના પહેલા વર્ષે ભરતીના લીધે કાદવ – સીલ્ટ સાથે સેટલમેન્ટ / ધોવાણ થયેલ હતું.ભરતી વહેણ સાથે કાદવ લોન્ચિંગ એપ્રોન પર જોવા મળી રહ્યું હતું.પુર બાદ નિયમિત ભરતીના વહેણ સાથે કાદવ ના લેયર અને થર જમા થવાના કારણે લોન્ચિંગ એપ્રોનમાં થયેલા ફેરફાર અને નુકશાનની વિગતો મેળવવી મુશ્કેલ છે.મનપાના અધિકારીઓ પુર વિસર્યા બાદ કાદવના થર જામવાની રાહ જોઈ રહ્યા હોય તેમ હાથ પર હાથ ધરી બેસી રહે છે.





- 2022ના ઓવર ફલો બાદ કોફર ડેમ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઓવર ફલો દરમ્યાન પાણીના વહેણ દ્વારા લોન્ચિંગ એપ્રોન કતારગામ બાજુએ વહેણમાટે નવો રસ્તો(ચેનલ)  બનાવી લીધો હતો.

કોફર ડેમ


-"નુકશાનના કાયમી નિવારણ" માટે આપેલા કામમાં ડિફેક્ટ લીયાબિલિટી પિરિયડ ફકત 12 મહિના..???

જ્યારે સીસી વર્ક હેઠળ ઇજારામાં 5 વર્ષથી લઈને વધુ સમયના ડિફેક્ટ લીયાબિલિટી પિરિયડ જોવા મળે છે.અહીંયા તો ગુપ્ત રાહે ઉતાવળે સર્ટિ અપાયા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે!!!


સુરત શહેરની પીવાના પાણીના જીવાદોરી સમાન વિયર કમ કોઝ વે 30 વર્ષ વિતવા સાથે અનેક પૂર આવ્યા બાદ પણ અડીખમ છે.જ્યારે કે 2015થી વિવિધ એજન્સીઓ થકી સ્ટડી કર્યા બાદ આવા પરિણામો ગળે ઉતરે તેમ નથી..!!!



Comments