અડાજણ રીવરફન્ટ પાસે ૧૯ દેશોના ૪૨ નિષ્ણાત પતંગબાજો ભાગ લેશે.
દેશના 6 રાજ્યોના ૨૦ પતંગબાજો અને સુરતના સ્થાનિક ૪૦ પતંગબાજો પણ જોડાશે
ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ અને સુરત મહાનગર પાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૧મી જાન્યુઆરીના બુધવારે સવારે ૮:૦૦ વાગે થી અડાજણ રીવફન્ટ પાસે આંતરરાષ્ટ્રિય પતંગમહોત્સવ (કાઇટ ફેસ્ટીવલ)નો પ્રારંભ થશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અને ભારતમાં યોજાનાર જી-૨૦ સમિટના ભાગરૂપે અડાજણ રીવરફન્ટ પાસે યોજાનાર “કાઇટ ફેસ્ટીવલ”માં ૧૯ દેશોના પતંગબાજો અને દેશના 6 રાજ્યોના પતંગબાજો ભાગ લેશે. તારીખ 11 જનુઆરીએ રીવરફન્ટ ખાતે વિવિધ પ્રકારના પતંગોનો આકાશી નજારો જોવા મળશે.
શહેરના મેયરશ્રીમતી હેમાલીબેન બોધાવાલાના પ્રમુખ સ્થાને કાઇટ ફેસ્ટિવલ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય વસ્ત્ર અને રેલ્વે રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, સાસંદશ્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંધવી, વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મંત્રીશ્રી કુંવરજી હળપતિ, સાસંદશ્રી પરભુભાઇ વસાવા, જિલ્લાપંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, સુરત શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ સહિત સુરત શહેરની પતંગપ્રિય યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહેશે.
સુરત શહેરની પતંગપ્રિય જનતાને ૧૧મી જાન્યુઆરીએ અડાજણ રીવરફન્ટ પાસે “પતંગમહોત્સવ” માણવા અને અવનવા પતંગોની મજા લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
2023નો આ કાઈટ ફેસ્ટિવલ આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટની થીમ પર આધારિત રાખવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાઈટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. અમદાવાદ શહેરમાં 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કાઈટ ફેસ્ટિવલમાં 56 દેશોના 150 થી વધુ પતંગબાજો ભાગ લેવાના છે.
superb
ReplyDelete