સુરત મહાનગર પાલિકાના ભાડે ફાળવેલ પ્લોટ પર ભાડુઆત દ્વારા ઠરાવમાં ફાળવેલ ફ્રી પાર્કિગની જગ્યા મેળા માટે ભાડે આપી દેવામાં આવી.
સુરત મહાનગર પાલિકાના વેસ્ટ ઝોનના અધિકારીઓની જાણ બહાર ફ્રી પાર્કિંગ માટે ફાળવેલ જગ્યામાં રમત ગમત અને મેળાના આયોજન અને ફોર વ્હીલ પાર્કિગની જગ્યામાં ડોમ બનાવી ભાડે ચડાવી દેવામાં આવી હતી. અધિકારીઓની જાણ બહાર કે મીલીભગત હેઠળ ભાડે ચડાવી દેવામાં આવી હતી તે તપાસનો વિષય બન્યો છે.આ મામલે આસી,કમિશનર શ્રી જયેશ ગાંધીને પ્રશ્ન પૂછતા સ્થળ તપાસના આદેશ આપ્યા હતા.સ્થળ તપાસ કરાતા ફ્રી પાર્કિંગ હેઠલ ફાળેવલ જગ્યામાં મેળા અને ડોમ રૂપી દબાણ જણાય આવ્યા હતા.તે સંદર્ભે ભાડે મેળવનાર સંસ્થાને નોટિસ ફટકારી હતી.આસી,કમિશનર શ્રી જયેશ ગાંધી દ્વારા ગોકુળ ગતિએ કાર્યવાહી હાથ ધરી હોય તેમ જણાય આવે છે.મનપાના ભાડે આપેલ પ્લોટ પર ફ્રી પાર્કિગની જગ્યાએ થયેલા દબાણો દૂર કરવા અને કરેલા વપરાશ હેઠળ ભાડુ વસૂલવા કવાયત હાથ તો ધરી છે પણ કડક કાર્યવાહી હેઠળ પગલાં કયારે ભરશે ? તે જોવું રહ્યું.
સુરત મહાનગર પાલિકાના ભાડે આપેલ પ્લોટ પર કડક નીતિ નિયમો ઘડવા સ્થાયી સમિતિ દ્વારા એડવાન્સ માં ભાડા અને વિવિધ વેરા ભરપાઈ કર્યા બાદ જ પ્લોટની ફાળવણી કરવા નિર્ણયો લેવા જોઈએ.
મનપાના પ્લોટો નજીવા દરે ભાડે રાખી ઊંચા દરે પેટા ભાડુઆત રાખી મસમોટી કમાણી કરવામાં આવી રહી છે જેમાં મનપાને વર્ષે દહાડે વિવિધ વેરા થકી થતી આવક ઇરાદાપૂર્વક ભરવામાં કે વસૂલાત કરવામાં આવતી નથી તેવા ઘણા કિસ્સા નજરે ચડ્યા છે.
વેસ્ટ ઝોનમાં આસી,કમિશનર શ્રી જયેશ ગાંધી ની કામગીરીને લઈને ઘણા વિવાદ સર્જાયા છે.અગાઉ દિવાળી તહેવારમાં બેજાન કોમ્પલેક્ષ નજીક ટ્રાફિક આઇ લેન્ડમાં ફટાકડાના મંડપ બાબતે પરવાનગી ના નામે અંત સુધી પરવાનગીની ફાઈલ અટકાવી નિર્ણયો લેવામાં આવ્યા ના હતા જેમાં પરવાનગી મેળવ્યા વગર ફટાકડાનો મંડપ બાંધી દબાણ કરી ધંધો કરતા નજરે ચડ્યા હતા.આ બાબતે અગાઉથી દબાણની જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરી હોય તેમ જણાય આવ્યું ના હતું.ટ્રાફિક આઇ લેન્ડ માં મંડપ હેઠળ ભાડા અને દંડ પેટે શું કાર્યવાહી કરવામાં આવી છે ? તે બાબતે માહિતી માંગતા અંતે મંડપ બાબતે તા 28-11-2022ના રોજ બેઝનવાલા કોમ્પલેક્ષ સ્થીત સુરત મહાનગર પાલીકાના પેવર બ્લોકીંગ વિસ્તારમાં મંડપ બાંધવા માટે અરજી અત્રેની કચેરીએ મળેલ જેના અનુસંધાનમાં મંડપનો કુલ સમયગાળો અંદાજીત ૧૪/૧૦/૨૦૨૨ થી તા.૨૭/૧૦/૨૦૨૦ હતો. ની મંજુરીથી ફાળવી આપેલ છે.જે મુજબ ભાડાપેટે કુલ રૂા.૯,૮૦૦/- તથા SGST રૂ.૮૮૨/તથા CGST રૂ.૮૮૨/- મળી કુલ્લે રૂા.૧૧,૫૬૪/–રૂપિયા ભરપાઈ કરવા જાણ કરવામાં આવી હતી.એક મહીંના બાદ મંડપના વસૂલાત માટે નોટિસ આપવામાં આવી હતી.
Comments
Post a Comment