સુરત મનપા દ્વારા સ્વચ્છતા ડ્રાઇવ ઝુંબેશ અંતર્ગત તમામ વિસ્તારો સ્વચ્છતા હેઠળ આવરી લેવાયા.

સુરત મહાનગર પાલિકા દ્વારા ગ્રુપ સફાઈ ઝુંબેશ હેઠળ મનપાની હદમાં અનેક વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.તમામ ઝોનમાં સંકલિત કામગીરી હેઠળ ઝોનના ઉચ અધિકારીઓ સહિત સ્ટાફ સફાઈ ઝુંબેશમાં રોડ રસ્તાઓ પર કામગીરીના નિરીક્ષણ અર્થે હાજર રહી કામ લેતા નજરે ચડયા હતા.આખરે વર્ષો બાદ આળસ ખંખેરી પોતાની વાતાનુકૂલિત ઓફિસો છોડી સેવા આપતા જોવા મળ્યા હતા.




સુરત મ્યુનસપિલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલના મ્યુનસિપલ કમિશનર પદે ચાર્જ લીધા બાદ ઘણા પરિવર્તનો જોવા મળ્યા છે જે ખરેખર મ્યુનસિપલ કમિશનર ને શોભે તેવા છે.સતત ત્રણ વરસથી સફાઈ મુદ્દે ભારતભરમાં બીજા ક્રમે આવનાર સુરત શહેરમાં સફાઈ મુદ્દે તમામ વિસ્તારો આવરી લઇ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી."જ્યાં રવી કે કવિ" ફરકતા નહિ હતા તેવા વિસ્તારોમાં સફાઈ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ ગ્રાઉંડ લેવલે સેવા આપતા જોવા મળ્યા હતા.તમામ સંશાધનો સહિત, પૂરતા સફાઈ સાધનો, ગણવેશમાં સફાઈ કામદારો અને ઉચ્ચ અધિકારીઓ કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.





પોતાના તાબા હેઠળ આવતા વિસ્તારોમાં ફકત રિપોર્ટ મેળવી સંતોષ માણતા અધિકારીઓને ગ્રાઉન્ડ સ્તરે કામગીરી લેતા પરસેવો છૂટી પડ્યો હોય તેમ જણાય આવતું હતું.રોડના સાઈડ પર પડેલા ધૂળના ઢગલાઓ બ્રશિગ અને સ્ક્રેપિંગ કરી દૂર કરવામાં આવ્યા હતા.રોડ પેચ વર્કના કામો, VBDC દ્વારા મચ્છર કંટ્રોલ માટે IEC કામગીરી,મલેરીયા કંટ્રોલ માટે એન્ટી લારવલના કામો  હાથ ધરાયા હતા.







#swachhsurvekshan2023

#swachhsurvekshan2023surat

#No1BanegaSurat

#azadikaamritmahotsav2023

#SwachhSurat


 

Comments

Post a Comment