ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનના ડ્રાઈવર અને સફાઈ કામદારોની હડતાળ...ઉગ્ર વિરોધ અને દેખાવો સાથે પત્થરમારો કરવામાં આવ્યો હતો.
Part 2
મનપાના એક અધિકારીના જણાવ્યા મુજબ પાલ ગાર્બેજ કલેક્શન સ્ટેશન ખાતે ડોર ટુ ડોર વાહનના ડ્રાઇવર અને સફાઈ કામદારોની હડતાળ ઉગ્ર બની હતી.દારૂના નશામાં પાલ ટ્રાન્સફર સ્ટેશનને પથ્થરમારો કરી બાનમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જૂની એજન્સીના કોન્ટ્રાક્ટ પૂરા થવા 2 દિવસ બાકી હોય છતાં એકપણ ડ્રાઇવર અને સફાઈ કામદાર દ્વારા નવી એજન્સીમાં કામ માટે રજૂઆત કરવામાં આવી ન હતી તેમ છતાં ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ સેલ દ્વારા આજે સવારે 9 વાગ્યે જ કુશળ ડ્રાઇવર અને સફાઈ કામદારોને પોતાની એજન્સી માં નોકરીએ રાખવાની બાહેધરી આપી હતી.જે અંતર્ગત ડ્રાઈવિંગ લાઇસન્સ અને આધારકાર્ડ જમાં કરાવવા જાણ કરવામાં આવી હતી.અધિકારીના જણાવાયા મુજબ રોષે ભરાયેલા ડ્રાઇવર અને કામદારો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં કોઈને ઇજા કે નુકશાન થયું ના હતું પણ ભયજનક માહોલ જોવા મળી રહ્યો હતો.આ મામલે પોલીસ દ્વારા ડ્રાઇવર અને સફાઈ કામદારોને કાયદાકીય પગલાં ભરવા ચેતવણી આપી હતી.
હડતાળને પગલે અટકેલી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી 2 દિવસ પહેલા જ નવી એજન્સી હસ્તક કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી.પોલીસના સહયોગ અને પેટ્રોલિંગ વચ્ચે નવી એજન્સીએ કામગીરી શરૂ કરી હોય તેમ જણાવ્યું હતું.મનપા દ્વારા હડતાળ મુદ્દે લાયક અને કાર્યક્ષમ કામદારને નોકરી આપવા માટે ખાતરી આપી હતી.
સ્વચ્છતા અને સફાઈ મુદ્દે નવા પરિવર્તન અને સુરત શહેરને અગ્રેસર લાવવા પાલિકાએ પૂર્તતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેના પરિણામો આવતા સમયમાં જોવા મળશે.
હવે મનપા 5 વર્ષના નોકરી પરથી બેરોજગાર થયેલા ડ્રાઇવરો અને સફાઈ કામદારો મુદ્દે શું પગલાં ભરશે તે જોવું રહ્યું હતું?
Comments
Post a Comment