Part 1
પોલીસ અને મનપાના ઉચ અધિકારીઓએ પાલ ટ્રાન્સફર સ્ટેશને હાજરી આપી હતી.
ડ્રાઇવર અને સફાઈ કામદારો દ્વારા નવી એજન્સી માં નોકરી અને કામ મળે તેવી માંગણીઓ કરવામાં આવી હતી.
પાલ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે આજે સવાર થી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.
સુરત "ગાર્બેજ ફ્રી સ્ટાર સિટી" માં વેસ્ટ ઝોન આજે ગાર્બેજ ફ્રી નહિ થશે???
સુરત "ગાર્બેજ ફ્રી સ્ટાર સિટી" માં વેસ્ટ ઝોનમાં પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં કાર્યરત એજન્સી ને આપેલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ના 5 વર્ષ ના ઇજારા નો છેલ્લા 2 દિવસ બાકી રહ્યા હતા. પાલિકાએ "વન ઝોન વન એજન્સી" અંતર્ગત પ્રાઇમરી ગાર્બેજ કલેક્શન અને સેકન્ડરી ગાર્બેજ ટ્રાન્સફર હેઠળ 10 વર્ષ માટે ટેન્ડર બહર પાડ્યા હતા.જેમાં ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ સેલને કામગીરી આપી હતી.જે અંતર્ગત નવા વાહનો અને નવા ડ્રાઇવર અને સફાઈ કામદારોની નિમણુક કરવામાં આવી હતી.જૂના ડ્રાઇવર અને સફાઈ કામદારો બેરોજગાર થવાના હોય જેથી નવી એજન્સીમાં કાર્યરત રાખવાની માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા હતા અને સવાર થી જ ડોર ટુ ડોર વાહનો અટકાવી ભરપૂર વિરોધ નોંધાવ્યો હતો.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ના ડ્રાઇવર અને સફાઈ કામદારોની હડતાળ મુદ્દે પરિસ્થિતિ બગડે તે પહેલાં અડાજણ પોલીસ સ્ટાફ અને મનપા ના ઉચ અધિકારીઓ સ્થળ આવી પહોચ્યા હતા.ડ્રાઇવર અને સફાઈ કામદારોની માંગણીઓ અને રજૂઆતો ધ્યાને લીધી હતી.ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન રાબેતા મુજબ કરવા તૈયારીઓ શરૂ કરી હતી.મનપા ઉચ અધિકારીઓ ડો, ઉમરીગર, ડો,કેતન ગરાસિયા અને જ્વલંત નાઈક ની હાજરી જોવા મળી રહી હતી.અડાજણ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પી.આઇ. એ પરિસ્થિતિ વણસે તે પહેલાં કાબુ મેળવ્યો હતો.
વધુ વિગત માટે જોડાયેલા રહો અમારા ન્યૂઝ સાથે....
Comments
Post a Comment