સુરત "ગાર્બેજ ફ્રી સ્ટાર સિટી" સેવન સ્ટાર મેળવી પ્રથમ આવવા મોટો પડકાર!!!
સુરત મનપાએ સ્વચ્છતા સર્વેક્ષણ 2023ની તૈયારીઓ શરૂ કરી હતી.જે અંતર્ગત ઉધના ખાડીને લાગીને આવેલા રસ્તાઓ પર એક લટાર મારી હતી.જ્યાં સ્વચ્છતા સર્વેક્ષણ ના લીરે લીરા ઊડી ગયા હતા.ઇન્દોર શહેરની સરખામણી કરવામાં અને સ્વચ્છતા મુદ્દે સેવન સ્ટાર મેળવવા ઘણા પાછળ હોય તેવા દ્રશ્યો નજરે ચડ્યા હતા.સુરત મનપા દ્વારા સોલિડ વેસ્ટ પ્રોસેસ માટે ભારતભરમાં નામના મેળવી પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું છે પણ ઝોનવાઈઝ સંકલન અને બેદરકારીના કારણે સ્વચ્છતા સર્વેક્ષણમાં ક્રમ મેળવવા તો સમજ્યા પણ સ્વચ્છતામાં બીજા ક્રમે ટકી રહેવું મુશ્કેલ બન્યું હોય તેમ દેખાઈ આવે છે.સ્વચ્છતા સર્વેક્ષણમાં સાફસફાઇ, ફિડબેક, સેગ્રીગેશનમાં પાલિકાએ છબિ સુધારવાની જરૂર છે. સોલિડ વેસ્ટ રિડ્યૂઝ, રિયૂઝ, રીસાઇકલ અને રિ-પર્પઝ હેઠળ કચરાને વર્ગીકૃત કરી ઉપયોગ અને ટ્રાન્સફર સ્ટેશનોની સંલગ્ન કામગીરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન જેવા મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
સુરતી આઇ લેબ,રાયકા સર્કલ,ઉધના પાસેથી પસાર થતી ખાડીના રોડ પર અને સુરતી આઇ લેબની બાજુમાં આવેલા મનપાના પ્લોટમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.અગાઉના અંકમાં જણાવાયા મુજબ સોલિડ વેસ્ટ પ્રોસેસ માટે સોલિડ વેસ્ટ કલેક્શન કરવું જરૂરી છે પણ અહીંયા તો ઠેર ઠેર કચરો બાળીને નિકાલ કરવામાં આવી રહ્યો છે.ખાડી ની સાઈડ પર બનાવેલા રોડ પર તમામ જાતના કચરાને સુનિયોજિત ઠાલવવામાં આવે છે અને આગ લગાડી નાશ કરવામાં આવે છે. સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન ના બદલે કચરાને આવી જગ્યાએ લાવી આગ લગાડવા સુધીની ભૂમિકામાં મનપાના અધિકારીઓ અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી.ઇરાદાપૂર્વક આવા સ્પોટ નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે કે પછી આ ભૂંડી ભૂમિકામાં અધિકારીઓ પોતે જ ખલનાઈક છે ? ખાડીની બાજુમાં મનપાની ખુલ્લો પ્લોટ આવેલો છે જેમાં જમીન ખોદી મોટા ખાડા બનાવવમાં આવ્યા છે જેમાં કચરાના ઢગલો નાખવામાં આવ્યા હતા.શું અહીંયા જ સેગ્રિગેશન કરવામાં આવી રહ્યું છે ? સોલિડ વેસ્ટ ને વર્ગીકૃત કે વર્ગીકરણ કર્યા વગર અંતિમ ચરણે નિકાલ કોના ઇશારે કરવામાં આવી રહ્યું છે? વાત ફકત સોલિડ વેસ્ટ પૂરતી નથી રહી અહી તો લોકોના સ્વાસ્થ્ય,પર્યાવરણની જાળવણી,જમીન,હવા,પાણીના પ્રદુષણ, મનપાના આરોગ્ય અને સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાના ખર્ચાની છે.કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો હોય તેમ જણાય આવે છે.મનપા આરોગ્ય અધિકારીઓ અને તેમના તાબા હેઠળના અધિકારીઓની જવાબદારી નક્કી કરી જ્યાં સુધી કડક કાર્યવાહી નહી કરવામાં આવશે ત્યાં સુધી કોઈ ફરક પડે તેમ લાગી રહ્યું નથી
મનપાની સ્વચ્છતા મુદ્દે પોતાની જ જાહેરાતો અને કરેલી વાતો સામે સવાલો ઉભા થયા છે.કચરાને બાળીને નાશ કરવો તે કેટલું યોગ્ય ગણાય ? એક અંદાજ મુજબ 30 થી 40 % સોલિડ વેસ્ટ ખાડીમાં અને બાળીને નાશ કરવામાં આવી રહ્યો છે.જેના કારણે આજદિન સુધી અમદાવાદ અને વડોદરા શહેરમાં કચરાના ઊંચા પહાડો આવેલા છે તે સુરતમાં જોવા મળતા નથી.
#2 in clean city.. how's possible.
ReplyDelete