"ગાર્બેજ ફ્રી સ્ટાર સિટી" માં કચરાને આગ ચાંપી નિકાલ !!!
સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પહેલા જ બર્નિંગ વેસ્ટ પ્રોસેસ.
આગ ચાંપી કચરાનો સીધો જગ્યા પર જ નિકાલ ના કોઈ કલેક્શન,ના કોઈ ટ્રાન્સપોર્ટશન અને ના કોઈ પ્રોસેસ ની પદ્ધતિઓના અમલ કરતા હોય તેમ જણાય આવે છે.કતારગામ ઝોનની હદમાં ઠેર ઠેર કચરાનો બારોબાર આગ ચાંપી નાશ કરતા હોય તેવા દ્રશ્યો નજરે ચડ્યા હતા.એક બાજુ વ્યવસ્થિત ઢગલાઓ કરી આગ લગાડી વાતાવરણને પ્રદૂષિત કરવામાં કોઈ કસર છોડવામાં આવતી હોય તેમ જણાતું નથી.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા જાહેર સ્થળોએ કચરો બાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેવા આદેશ જાહેર કરવામાં આવ્યા હતા.જાહેર સ્થળોએ મોટા પાયે કચરો બાળવા પર 25,000/- રૂપિયાનો દંડ અને નાના પાયે કચરો બાળવા પર 5,000/- રૂપિયા સુધીના દંડ અને વારંવાર નિયમોના ઉલ્લધન બદલ બમણી રકમના દંડ વસૂલ કરવાની જોગવાઈઓ અમલ માં મૂકી છે.જેનો ખરેખર સુરત મનપા અમલ કરતી હોય કે કરાવતા હોય તેવા કિસ્સા જોવા મળ્યા નથી.અહીંયા તો ઘણા કિસ્સામાં સફાઈ કામદાર જ કચરાને આગ ચાંપતા નજરે ચડ્યા હતા.
સુરત મનપાની હદમાં આગ ચાંપી કચરાનો નાશ કરવું એક રૂટિન પ્રકિયા રૂપે જોવા મળે છે.જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક,ઇલેક્ટ્રિક વેસ્ટ,ગાર્ડન વેસ્ટ અને ટેકસટાઇલ પેદાશ રેશમના વેસ્ટ નો નિકાલ કરતા દેખાયા હતા.આ તમામ વેસ્ટ બાળી ને નાશ કરવામાં આવે તો પર્યાવરણને મોટા પાયે નુકશાનકારક છે.પાલિકા દ્વારા આવા તમામ સ્પોટ સરવે કરી અંકુશ મેળવવાની તાકીદે જરૂર હોય છતાં આ મામલે મનપા ગંભીર હોય તેમ જણાય આવતું નથી.
સુરત મનપા પાસે ગાર્ડન વેસ્ટ માટે પણ કોઈ યોગ્ય વિકલ્પ હોયતેમ જણાતું નથી.ગાર્ડન વેસ્ટના નિકાલ માટે મનપા ખાલી પડેલા પ્લોટ,અવાવરૂ સ્થળે ખુલ્લા પડેલા મેદાન,નદી અને ખાડીઓના આજુબાજુમાં ખુલ્લા પ્લોટ પર નાખી દેવામાં આવે છે અને અંતે આગ ચાંપી નાશ કરવામાં આવી રહ્યો છે.કરોડો ના બજેટ હોય ગાર્ડન વેસ્ટ કમપોસ્ટિંગ પ્લાંટની જાહેરાતો કરવામાં આવે છે પણ નિકાલ અન્ય સ્થળે કરી પર્યાવરણને પ્રદૂષિત કરતા નજરે ચડી રહ્યાં છે.મોટા પાયે ગાર્ડન વેસ્ટ જમાં કરી NGT ના આદેશનું ઉલ્લઘન કરી આગ ચાંપી નાશ કરતા દેખાઈ આવે છે.ગાર્ડન વેસ્ટમાંથી જલાઉ લાકડા થકી આવક કરવાની જગ્યાએ બાળી નાશ કરી દેવામાં આવે છે.
સુરત મનપામાં આરોગ્ય વિભાગમાં સફાઈ કર્મચારીરૂપે મોટા પાયે સ્ટાફ ઉપલબ્ધ હોય છતાં બેદરકારી અને લાલિયાવાડી જોવા મળે છે.સ્વચ્છતામાં નંબર તો મેળવી લીધા પણ કામગીરીમાં સુધારો કયારે હાથ ધરશે.સુરત મનપા ના વિવિધ ઝોનના આરોગ્ય અધિકારીઓની આવડત અને કુશળતાના દર્શન તો તેમના તાબા હેઠળ વિસ્તારમાં એક લટાર મારતાં નજરે ચડે છે. નરી આંખે સામાન્ય જનતાને દેખાઈ આવે છે તે આરોગ્ય અધિકારીઓને કેમ દેખાતું નથી?
આ મામલે મનપા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ અને હેલ્થ એન્ડ હોસ્પિટલના વડા આશિષ નાઈક કડક વલણ દાખવશે કે એજ બે ઢંગી રફતાર ચાલુ રાખશે તે જોવું રહ્યું ???
Good job
ReplyDelete