સ્વચ્છતામાં બીજા ક્રમે આવનાર સુરત મનપાની વરવી વાસ્તવિકતા.

 સુરતની ખાડીઓ બની ગારબેજ ડમ્પિંગ સાઈટ !!!!

દિવાળી સ્પેશિયલ રિપોર્ટ.....


સુરત મનપામાં આરોગ્ય વિભાગમાં સફાઈ અને સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાના મસમોટા બજેટ બહાર પાડવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ કલેક્શન થી લઈને પ્રોસેસિંગ સુધીની સ્વચ્છ જાહેરાતો કરવામાં આવે છે.ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન,ગલીઓ,શેરીઓ,જાહેર રોડ રોડ રસ્તા પરથી ગારબેજ કલેક્શન કરી ગારબેજ ટ્રાન્સફર સ્ટેશન થી ખજોદ ડીસ્પોજલ સાઈટ લાવી નિયમો મુજબ પ્રોસેસ કરી ખાતર,વેસ્ટ ટુ એનર્જી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક રોડ બનવવા વપરાશ કરવામાં આવે છે.આના માટે ભારતભરમાં સ્વચ્છતા માટે જેમાં 4354 જેટલા શહેરોએ ભાગ લીધો હતો જેમાં સતત 3 વર્ષે બીજા ક્રમે સુરત શહેરને "ગાર્બેજ ફ્રી સ્ટાર સિટી" તરીકે સ્થાન મળ્યું હતું.



સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા મુદ્દે કરેલી જાહેરાતો મનપાની હદમાં ઘણા વિસ્તારોમાં સર્વે કરતા પોકળ સાબિત થઈ હતી.





















આ વિસ્તારો ભલે મનપાની હદમાં આવતા હોય પણ આરોગ્ય અધિકારીઓની અણઆવડત અને બેદરકારીના કારણે અત્યંત દયનીય સ્થિતિ હેઠળ જોવા મળ્યા હતા.ઠેર ઠેર કચરાના ઢગલા અને આગ ચાંપી નાશ કરવા મજબૂર બન્યા હોય તેમ દેખાઈ આવ્યું હતું.થોડા થોડા અંતરે કચરાના ડમ્પીંગ સ્પોટ જોવા મળ્યા હતા.મહિનાઓ અને વર્ષોથી સફાઈની રાહ જોઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું હતું.શહેરની હદમાંથી પસાર થતી ખાડીઓની હાલત પણ એટલીજ ખરાબ હાલતમાં હતી.વરસાદી પાણીના નિકાલ માટે કુદરતી રીતે ઉદભવેલી ખાડીઓ આજે મનપાની આરોગ્ય વિભાગ અને ડ્રેનેજ વિભાગની કરની અને નિષ્ફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.




ચોમાસાની સિઝન બાદ પણ આઠ મહિના ડ્રેનેજ ના ગંદા પાણી અને કેમિકલવાળા પાણીથી અસહય દુર્ગંધ સાથે વહેતી ખાડીઓ દેખાઈ આવે છે.ખાડી ફરતે દબાણો દૂર કરી વાહન વ્યવહાર માટે રસ્તાઓના નિર્માણ થકી કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ એજ દુર્દશા જોવા મળી હતી.ખાડી ફરતે બનાવેલા રસ્તાઓનો વાહનચાલકો વપરાશ કરવાનું ટાળી રહ્યા છે.



સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ માટે ગારબેઝ કલેક્શન કરવું જરૂરી છે પણ સુરત મનપાની હદમાં લિંબાયત ઝોન,કતારગામ ઝોન અને ઉધના ઝોનમાં સરવે કરતા ઘણા વિસ્તારો ગારબેઝ ડમપિંગ સાઈટ તરીકે વપરાશ થઈ રહ્યા છે. આ વિસ્તારો મનપાની હદમાં આવતા હોય પણ સ્વચ્છતા અને સફાઈ માટે આરોગ્ય અધિકારીઓના નિયંત્રણ બહાર હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે.સ્વચ્છતા અભિયાનમાં કદાચ આ વિસ્તારો બાદ રખાયા હશે.જેના સ્વચ્છતામાં મેળવેલ ગુણ(પોઇન્ટ)પર અસર માન્ય રાખવામાં આવતી નહિ હશે.તેવા અનુમાનો અને સવાલો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.ખરેખર આ એક ગંભીર બાબત ધ્યાન પર લેવા જેવી છે.આ વિસ્તારોમાં સુરત મનપા સામે સવાલો ઉભા તો થયા છે પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ના નિયમો અને પરિપત્રો ની અવગણના કરવામાં આવી રહી છે.


જમીન હવા અને પાણી ત્રણેય ક્ષેત્રે પ્રદૂષણમાં મોખરે.

આ વિસ્તારોમાં પ્રદૂષણના મામલે સુરત મનપા બીજા નહિ પણ પ્રથમ ક્રમાંકે આવે તો નવાઈ નહી.ગારબેઝ કલેક્શન જ કરવામાં નહિ આવે તો પ્રોસેસ કરવાનો સવાલ જ ઊભો નથી થતો. કન્ટેનર હટાવાયા ત્યાર બાદ ગારબેઝ કલેક્શન બાબતે પૂરતી કાળજી લેવામાં ચૂકી ગયા છે.જેના કારણે ઠેર ઠેર ગારબેઝ ડમપિંગ સાઈટ ના નિર્માણો થયા છે.સરવે કરવા આવતી ટીમ આ વિસ્તારો ક્યાં કારણોસર બાદ રખાયા હશે તે નવાઈ પમાડે તેવી વાત છે ?




વધુ વિગત આવતા અંકમાં જોડાયેલા રહો અમારા ન્યૂઝ સાથે......

Comments

  1. Totally agree...

    ReplyDelete
  2. Superb...!

    Surties need big change...!
    You always provide true news on saven sea news...!
    Proud moments with u

    ReplyDelete

Post a Comment