તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં મજૂરના મોતને લઈને અનેક તર્ક વિતર્ક.

અડધી રાત્રિએ 40 ફૂટ ઊંડા ટાંકામાં મૃતદેહ મળ્યો હતો.

40 ફૂટના ભયજનક ટાંકાઓ ઢાંકણા વગર ખુલ્લા મૂક્યા હતા.

સુરત મ્યુનસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે સમગ્ર ઘટનાની તપાસના આપ્યા આદેશ.



સુરત.તાપી નદી શુધ્ધિકરણ પ્રોજેકટ અંતર્ગત તાપી નદીમાં ભળતાં ગંદા પાણીને અટકાવવાના ભાગરૂપે કાંકરાપાર વિયરથી ઓ.એન.જી.સી. બ્રીજ સુધીના નદીનાં સમગ્ર ભાગને સુગઠિત ગટર વ્યવસ્થા અંગેનાં, કન્સલટન્ટ ગ્રીન ડીઝાઈન એનજી. સર્વિસીસ પ્રા.લી. તૈયાર કરવામા આવેલ કુલ રૂા.૯૭૧.૨૫ કરોડના નેટ અંદાજના ડી.પી.આર.ને કેન્દ્ર સરકારશ્રીના વન,પર્યાવરણ અને કલાયમેટ ચેન્જ મંત્રાલયના નેશનલ રીવર કન્ઝર્વેશન ડીરેકટોરેટ (NRCD), નવી દિલ્હી ધ્વારા તા.૦૫/૦૩/૨૦૧૯ ના રોજ મંજુર કરવામાં આવેલ છે તથા ડી.પી.આર.ની રકમ અન્વયે ૬૦% રકમ કેન્દ્ર સરકાર ધ્વારા, ૨૦% રકમ રાજય સરકાર ધ્વારા અને ૨૦% રકમ જે તે અર્બન લોકલ બોડી (સુરત મહાનગરપાલિકા | સુડા) એ ભોગવવાની રહે છે.



    NRCP અંતર્ગત પોલ્યુશન એબટમેન્ટ એન્ડ કન્ઝર્વેશન ઓફ રીવર તાપી પ્રોજેકટ હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તાપી નદીના ડાબા કાંઠે આવેલ આઉટલેટોને ઈન્ટરસેપ્ટ એન્ડ ડાયવર્ઝન કરવા માટે ઈન્ટરસેપ્ટ સુએઝ લાઈન, રાઈઝીંગ મેઈન નાંખવા તથા સુએઝ પંપીંગ સ્ટેશન બનાવી, ઈલેકટ્રીકલ તથા મીકેનીકલ ઈકવીપમેન્ટ પુરા પાડી, ફીટ કરી, દશ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવાના કામે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.જેમાં કુલ–૨ ટેન્ડરો પૈકી કવોલીફાય થયેલ એકમાત્ર ટેન્ડરના ટેન્ડરર યુનિક કન્સ્ટ્રકશનનું કેપીટલ કામની ટેન્ડરની અંદાજીત રકમ રૂા.૭૩,૩૫,૪૦,૧૪૨–૭૨ થી ૧૦.૯૧% ઉંચુ એટલે કે રૂા.૮૧,૩૫,૬૯,૩૭૨–૨૯ અને ઓપરેશન અને મેઈન્ટેનન્સના કામની ટેન્ડરની અંદાજી રકમ રૂ.૮,૧૬,૬૮,૦૦૦/- થી ૫% ઉંચુ એટલે કે રૂ.૮,૫૭,૫૧,૪૦૦/- નું બિનશરતી ટેન્ડર તારીખ 11-03-2020 ના આપવામાં આવ્યું હતું.જે અંતર્ગત મકાઈ પુલ નજીક આઉટલેટ ધ્વારા તાપી નદીમાં પ્રવેશતા ગંદા પાણીને ઈન્ટરસેપ્ટ કરીને હયાત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે લઈ જઈને ટ્રીટમેન્ટ કર્યા બાદ ડીસ્પોઝલ કરવાના કામ સારું ઇન્ટર સેપ્ટિક ટેન્ક વોલની કમિગીરી ચાલી રહી છે.




તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મકાઈ પુલ નજીક ગતરોજ તા 11-10-2022ના રોજ મોડી રાત્રે મંથન વહોનીયા નામના મજુરનો મૃતદેહ 40 ફૂટ ઊંડા ટાંકામાં મળી આવ્યો હતો.



અધિકારીના જણાવ્યા મુજબ સાઈટ પર કામ બંધ હતું.


સુપરવાઈજરના જણાવ્યા મુજબ તાપી શુદ્ધિકરણ ના અન્ય સાઈટ પર મજૂર કામ કરતો હતો.



એક સમાજ સેવક હિતેશભાઈ નો વિડિઓ પણ સામે આવ્યો છે જેમાં જણાવે છે નાઈટ શિફ્ટમાં કોન્ટ્રાકટર કામ કરાવી રહ્યા હતા.જેમાં કોઈ સેફ્ટી ના સાધનો પૂરા પડ્યા ના હતા,3 મજૂરો કામ કરી રહ્યા હતા જેમાંથી 2 મજૂરોને કોન્ટ્રાકટર દ્વારા ભગાડી દેવામાં આવ્યા હતા.મરનાર નાઈટ શિફ્ટ માં ચણતર પ્લાસ્ટર નું કામ કરી રહ્યા હતા.ટાંકાઓ પર કોઈપણ જાતના ઢાંકણા કે જાળીઓ મૂકવામાં આવી ના હતા તેથી કામ કરતા પટકાઈ ને મૃત્યુ નિપજ્યું હતું તેમ જણાવ્યું હતું.


 સૂત્રોથી મળતી માહિતી મુજબ રાત્રે 1 થી 2 વાગ્યાનો બનાવ બન્યો હતો પણ મરનારના માતાપિતા દ્વારા શોધખોળ શરૂ કરાતા આશરે 4 થી 5 વાગ્યા દરમ્યાન નાનપુરા મક્કાઇ પુલ પાસે ચાલતી સાઈટ પર 40 ફૂટ ઊંડા ખુલ્લા ટાંકામાં મૃતદેહ મળી આવ્યો હતો.જેની અઠવા પોલીસ ને જાણ કરતા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લઈ જઈ,તપાસ હાથ ધરી હતી.


મનપાના ટેન્ડર ના નિયમો મુજબ કાયમી ધોરણે લેબર લો મુજબ કોન્ટ્રાકટર મજુર નિયમન અને નાબુદી અધિનિયમ ૧૯૭૦ અને કોન્ટ્રાકટર મજુર નિયમન અને નાબુદી નિયમો ૧૯૭૨ ની જોગવાઈઓનું પાલન કરવાનું રહે છે અને બાહેધરી પત્રક રજૂ કરવાનું રહે છે.શું ખરેખર આ જોગવાઈઓ મુજબ મજૂરોને લાભ આપવામાં આવી રહ્યો છે ? 

ટેન્ડર હેઠળ અપાયેલ કામના સાઈટ પર સુરક્ષા સાધનોના અભાવે કોઈ ઘટના ઘટે તો મોટાભાગે કોન્ટ્રાકટર જ જવાબદાર ગણાય છે.

અહીંયા તો સુરક્ષા સાધનો મુદ્દે કોન્ટ્રાકટર પર આક્ષેપ કરવામાં આવ્યા છે.જેવા કે સુરક્ષા સાધનો ના અભાવ,40 ફૂટ ઊંડા ભયજનક ટાંકા ખુલ્લા મૂકવા,રાત્રે લાઈટ ની વ્યવસ્થાનો અભાવ,કામની સાઈટ પર સિક્યુરિટી ગાર્ડ નો અભાવ,કામની સાઈટ પર સીસીટીવી લગાવામાં આવ્યા નથી.



આ મામલે તપાસ અને ન્યાય માટે  મ્યુનસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

આ મામલે ગંભીરતા દાખવી મરનાર મજૂરને ન્યાય મળે અને ભવિષ્યમાં મનપા દ્વારા અપાયેલ કામોમાં આવી ગોઝારી અને મનપાને કલંકિત કરનારી ઘટના ના બને તે માટે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી ને રૂબરૂ મળી ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભાના પ્રમુખ મોઈન મેમણની આગેવાનીમાં હિરેન કંથારિયા, શોએબ શેખ, સમીર પઠાણ, મુદસ્સિર મુનશી સહિતનાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગંભીર બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટરને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવાની માંગણી કરી છે અને મૃતકના પરિવારને ૨૦ લાખ રૂપિયા સહાય મળે એવી વ્યવસ્થા કરી આપવાની પણ માંગણી કરી છે સાથો-સાથ તાત્કાલિક તપાસ કમિટીની નિમણૂક કરી આ ખરેખર કોઈ દુર્ઘટના થઈ છે કે તાપી શુધ્ધિકરણની સાઇટ પર મંથન મહેશભાઇ વ્હોનિયાની હત્યા કરવામાં આવી છે તેની નિષ્પક્ષ તપાસ કરાવી જરૂર જણાય હત્યાનો ગુન્હો નોંધાવાની પણ માંગણી કરી છે.



વધુ વિગત માટે જોડાયેલા રહો અમારા ન્યૂઝ સાથે......

Comments

Post a Comment