EPISODE 2
ભૂતિયા કેમિકલવાળા કનેકશનો કપાયા કે અપાયા..?
ખાડી એમ્બેક્મેંટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ...
ખાડી એમ્બેક્મેંટ પ્રોજેક્ટ
NRCP અંતર્ગત પ્રદૂષણ નિયંત્રણ અન્વયે મીઠી ખાડી વ્હિક્યુલર એપ્રોચ અને એમ્બેક્મેંટ ની કામગીરી થકી ભૂતિયા કેમિકલવાળા કનેકશનો દૂર કરવામાં આવશે,વરસાદી પાણીનો જ ફકત ખાડી મારફતે નિકાલ કરવામાં આવશે.
મીઠી ખાડીની બન્ને સાઈડ પર રોડ બનાવવામાં આવ્યા પણ વાહન ચાલકો ભાગ્યએજ આ રસ્તાનો ઉપયોગ કરતા દેખાઈ છે કારણ કે ઠેર ઠેર કચરાના ઢગલાં જોવા મળે છે,એજ કચરાને જગ્યાએ જગ્યાએ આગ ચાંપી નાશ કરેલા દેખાઈ આવે છે.નજીકના સ્થાનિકો દ્વારા આડેધડ ફોર વ્હીલ પાર્કિંગ કરી દેવામાં આવ્યા છે.અસહ્ય બદબુ મારતી ગંધ ના કારણે વાહન ચાલકો અહીથી નીકળવાનું ટાળે છે.
ખાડી ડેવલપ પ્રોજેક્ટમાં ખાડીમાં ઘણી જગ્યાએ c&d વેસ્ટના ખડક જોવા મળ્યા હતા.
સ્ટ્રોમ ડ્રેનેજ કનેક્શન
સ્ટ્રોમ ડ્રેનેજ કનેકશનો મારફતે વરસાદના પાણીનો નિકાલ કરવા કનેકશનો માં ઠેર ઠેર ભૂતિયા કનેકશનો જોવા મલ્યા હતા.વરસાદની સિઝન બાદ પણ આ કનેકશનો દરરોજ લાખો લીટર કેમિકલવાળા પાણી નો નિકાલ ખાડી માં કરવામાં આવી રહ્યો છે.હવે સવાલ એ ઊભો થાય છે કે આ ભૂતિયા કનેકશનો કાપ્યા કે આપ્યા ? નવા બનાવેલ એમ્બેકમેંત માં પણ ગેરકાયદેસર રીતે કેમિકલ વાળા કનેકશનો જોવા મળી રહ્યા છે.ઉચ ઉદ્દેશ્ય અંતર્ગતના પ્રોજેક્ટમાં વરસાદી પુર,વરસાદ પાણી ના નિકાલ,સ્થાનિક ના આરોગ્યલક્ષી સમસ્યાઓના નિકાલ,વાહનોના આવન જાવન માટે વિકલ્પ,જમીન,હવા અને પાણી ગુણવતા સુધરે તેવા ઉદ્દેશ્ય સાથે કામો કરવામાં આવ્યા હતા પણ તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ડ્રેનેજ પંપીંગ સ્ટેશન
ખાડી ફરતે ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો આવેલા છે.પંપીંગ સ્ટેશનોની કામગીરી મુજબ તેમના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ડ્રેનેજ ના પાણીનો પંપીંગ સ્ટેશનની મદદ થી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડી ગંદા પાણીને ટ્રીટ કરી,વિવિધ ઉપયોગમાં લેવાનું હોય છે.મીઠી ખાડી ફરતે આવેલા પંપીંગ સ્ટેશનો આમાં યોગદાન આપતા હોય તેમ દેખાઈ આવ્યું નથી.સીધે સીધો પંપીંગ સ્ટેશનથી પાઇપ વડે ખાડીઓ પર ઘણા કનેકશનો આપ્યા છે જેના વડે ખાડીમાં ડ્રેનેજ ના ગંદા પાણીનો નિકાલ કરતા દેખાઈ આવ્યા હતા.GPCB ના નિયમોના અમલીકરણ મુદ્દે મનપાના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે.પોતે જ ખાડીમાં ગંદા પાણીનો નિકાલ કરતા હોય તો અન્યોને કેમ દોષ આપી શકાય તેવી પરિસ્થિતી જોવા મળી રહી છે.
ડ્રેનેજ કનેક્શન
લિંબાયત ઝોન માં લગભગ નવા ડ્રેનેજ પ્રોજેક્ટ હેઠળ કામગીરી પૂરી થઈ ગઈ છે.નવી ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી હોય છતાં ખાડીમાં ગેરકાયદેસર ભૂતિયા કનેકશનો ની ભરમાર છે.સ્ટ્રોમ ડ્રેનેજ કનેક્શન માં જોડાણો કરી બારેમાસ કેમિકલ વાળા ગંદા પાણીનો ખાડીમાં નિકાલ કરી રહ્યા છે.હવે આ કનેકશનો વિશે મનપાના અધિકારીઓ અજાણ હોય તેમ દેખાવ કરી રહ્યા છે.
માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના હસ્તક ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રેસનોટ બહાર પાડી ખાડી ના પ્રોજેક્ટ ની સારી બાજુ રજૂ કરવામાં આવી હતી.જે પ્રમાણે ખાડીમાં ગંદા પાણી ના નિકાલ અટકાવી,ભૂતિયા અને ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશનો કાપી કચરા પર અંકુશ મેળવવામાં આવ્યો છે અને સ્થાનિકો ના સ્વાસ્થ્ય અને આરોગ્યની વધુ સારી જાળવણી શકય બનેલ છે.
જાહેરાતો થી વિપરીત હકીકત સ્થળ પર જોવા મળી હતી. ઈ લોકાર્પણ સમયે જ સ્ટ્રોમ ડ્રેનેજ કનેકશનો માં કેમિકલવાળા પાણી નો નિકાલ ચાલુ હતો.હાજર અધિકારીઓને કેમિકલવાળા કનેક્શન વિશે પૂછતા જવાબો આપી શક્યા ના હતા.ડ્રેનેજ કનેકશન ના ગંદા પાણીને પંપીંગ સ્ટેશનથી પંપના ઉપયોગ વડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોચાડવામાં આવે છે.પણ ઘણા પંપીંગ સ્ટેશનો સીધે સીધો ખાડીમાં નિકાલ કરતા કેમેરામાં જડપાયા હતા.વગર વરસાદે ક્યાં પાણીનો નિકાલ કરી રહ્યા હતા તેવા સવાલોના જવાબોમાં મૌન ધારણ કરી અન્ય વિભાગને ખો આપી રહ્યા હતા.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
આંજણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં ખાડી આવેલ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી એક આઉટલેટ ચેમ્બર ખાડીમાં આપવામાં આવ્યું છે.કલરફૂલ કેમિકલવાળા પાણીનો આઉટલેટ ચેમ્બરમાંથી નિકાલ કરવામાં આવી રહ્યો છે તે પ્રથમ નજરે જ દેખાય આવે છે.હવે સવાલ એ ઉઠે છે કે શું ટ્રીટમેન્ટ કર્યા બાદ છોડી રહ્યા છે કે ટ્રિટ કર્યા વગર ? તે સંદર્ભે અધિકારીનો સંપર્ક સાધતા તેમના મતે ટ્રીટમેન્ટ કર્યા બાદ GPCB ની લાઈન દોરી મુજબ નિકાલ કરવામાં આવે છે.જયારે કે કલરવાલા કેમિકલ પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવતું નથી. GPCB દ્વારા સેમ્પલ લઇને તપાસ કરવામાં આવે તો તથ્ય બહાર આવે તેમ છે.સુએજ ટ્રીમેન્ટ પ્લાન્ટ એમ તો ઓપરેશન અને મેંટેન્સ માટે ખાનગી એજન્સી ને ચલાવવા ટેન્ડર આપવામાં આવે છે.
ખાડી બની ગાર્બેજ ડમ્પીંગ સાઈટ
સરદાર માર્કેટના પાછળ ના ભાગે સંજયનગર ને લાગીને ખાડી આવેલી છે જેમાં ખાડીમાં કચરો ડમ્પીંગ કરવામાં આવી રહ્યો છે.કચરો એટલી હદે નાખવામાં આવ્યો છે આખી ખાડી કચરાથી ઉભરાવાની તૈયારીમાં છે.ડ્રેનેજ વ્યવસ્થા સંપૂર્ણપણે નાખવામાં આવી છે છતાં મોટી ખાડીમાં મળતી આ નાની ખાડી જેની લંબાઈ 50 મીટર થી વધારે નહિ હોય તેમ છતાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર હેઠળ આવરી લેવાની જગ્યાએ જીવંત રાખી કોને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
ડ્રેનેજ વિભાગ,એનવાયરમેંટ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ પ્રોટેક્શન સેલ વિભાગ,આરોગ્ય વિભાગ અને લિંબાયત ઝોન ના અધિકારીઓ શું આંખે પાટા બાંધીને અહીથી નીકળતા હશે? આફત ને અવસર માં બદલવું કદાચ આને જ કહેતા હશે.
સ્વચ્છતામાં બીજા ક્રમે આવવા આરોગ્ય વિભાગની મહેનતને ડ્રેનેજ અને એનવાયરમેંટ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ પ્રોટેક્શન સેલ ગંદકીવાળું પાણી ફેરવી દેશે એ સમય દૂર નથી.મનપા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના નાણાં વેડફી ભ્રમિત માહિતી હેઠળ જનતા અને સરકાર સાથે દેખીતિરિતે છેતરપિંડી આચરી રહ્યા છ.
એનવાયરમેંટ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ પ્રોટેક્શન સેલ ની વાત કરીએ આજમયસી ધોરણે નિમાયેલા કાર્યપાલક ઇજનેર મોલિક રાવની અણઆવડત નજરે ચડી રહી છે.એનવાયરમેંટ ઇમ્પ્રુવમેન્ટ ક્યાં છે ?
પ્રોટેક્શન પણ કોને ?
ડ્રેનેજ વિભાગ હેઠળ આવતા વિભાગોમાં કાર્યપાલક ઇજનેર ભેરવ દેસાઈ પોતાની મસ્તીમાં રાચી રહ્યા હોય તેમ કોણ જાણે લશ્કર ક્યાં લડે છે તેવા ઘાટ ઉભા થયા છે.ખાડી,પંપીંગ સ્ટેશનો અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં ચાલતી ગેરરીતિઓ વિશે માહિતી અને મુલાકાત આપવામાં અખાડા શરૂ કરી દીધા છે.
સિટી ઇજનેર આશિષ દુબે દ્વારા આવી ગેરરીતિઓ ધ્યાને આવતા જરૂરી પગલાં ભરવા ખાતરી આપવામાં આવી હતી. હવે જોવું રહ્યું કે કયારે પગલાં ભરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુ આવતા એપિસોડ માં...જોડાયેલા રહો અમારા ન્યૂઝ સાથે.
Superb story..
ReplyDeleteGood Story
ReplyDelete