સેવન સી ન્યૂઝપેપર
EPISODE 1
સુરત તા 30-9-2022 ના રોજ પરવટ ગામ પાસે આવેલ ખાડી ડેવલોપમેન્ટ નું ઈ લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. NRCP અંતર્ગત મોટા ઉદ્દેશ્ય સાથે કરોડોના ખર્ચે ખાડી ડેવલપ કરી વરસાદી પાણીના નિકાલ સાથે ડ્રેનેજ અને કેમિકલવાળા ગેરકાયદેસરના કનેકશનો દૂર કરી વાહન વ્યવહાર માટે ખાડીની બન્ને બાજુએ રસ્તા બનાવ્યા હતા. ઈ લોકાર્પણ સમયે જ ખાડીમાં કેમિકલવાળા કનેકશનો ચાલુ દેખાય આવ્યા હતા.જનતા અને માનનીય વડાપ્રધાન શ્રી ને ઊંધા ચસ્માં પહેરાવવા બદલ કોણ જવાબદાર ? તે હવે જોવું રહ્યું. ડ્રેનેજ વિભાગ,તાપી અને ખાડી વિભાગ અને ઝોન સ્તરે સંકલનમાં થતી કામગીરીમાં એકબીજાને ખો આપી રહ્યા છે.
ખાડી એમ્બેકમેંટ બનાવી ગેરકાયદેસર ડ્રેનેજ ના કનેકશનો દૂર કરવાની સુફિયાણી વાતો ફકત કાગળ પર જ રહી ગઈ હતી.ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હસ્તક ઈ લોકાર્પણ સમયે મનપા ના અધિકારીઓની હાજરીમાં જ ખાડીમાં કેમિકલવાળા પાણીનો ખાડીમાં કનેક્શન જોવા મળ્યુ હતું.આવા ભૂતિયા કનેકશનો કાપવાની જગ્યાએ કાયદેસર રીતે જોડાણ આપ્યા હોય તેમ દેખાઈ આવે છે.અધિકારીઓને સ્થળ પર જ પ્રશ્ન પૂછતા એકબીજાને ખો આપવાના શરૂ કરી દીધા હતા.મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરી હોય તેમ જણાય આવે છે.ગેરકાયદેસર કનેક્શન દીઠ કેટલો વ્યવહાર થયો હશે ? તેવા ઘણા સવાલો હાલ જનતા ના મનમાં છે.
ડ્રેનેજના ગેરકાયદેસર કેમિકલવાળા પાણીને છોડવામાં આવતા હતા તે ખાડી રિડેવલોપમેન્ટ થકી દૂર કરવામાં આવશે અને ખાડીમાં થતાં પ્રદૂષણને મહંદ અંશે કાબૂ કરવામાં આવશે.સ્થાનિકોને આરોગ્યલક્ષી તકલીફ દૂર થશે પણ કરોડો રૂપિયાના ખર્ચે પણ એજ કેમિકલથી અશહ્ય ગંધાતી ખાડી જોવા મળે છે.ખાડીને અડીને રહેતા સ્થાનિકોમાં સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ જેવી કે શ્વાસ લેવામાં તકલીફ,આંખોમાં બળતરા થવી,મચ્છરોના ઉપદ્રવ,મચ્છરજન્ય રોગો જોવા મળી રહ્યા છે.ખાડી ની આજુબાજુમાં વાહનો માટે રસ્તા તો બનાવ્યા પણ રસ્તા પર કચરાના ઢગલા જોવા મળે છે જેને સળગાવી નાશ કરવામાં આવે છે.ખાડી પ્રોજેક્ટ કર્યા બાદ પણ હજારોની સંખ્યામાં ગેરકાયદેસર કેમિકલ વાળા ડ્રેનેજ કનેકશનો જોવા મળ્યા હતા. સ્ટ્રોમ ડ્રેનેજ કનેક્શન ના નામે કેમિકલવાળા ડ્રેનેજ કનેકશનો જોવા મળી રહ્યા છે.
ખાડીની ફરતે ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો આવેલા છે.સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ડ્રેનેજ ના પાણી પહોંચાડી ડ્રેનેજ ના ગંદા પાણીને ટ્રિટ કરી મિલોને વેચાણ કરે છે અથવા ગંદા પાણીને ટ્રિટ કરી ખાડીમાં છોડવામાં આવે છે પરંતુ ગંદા પાણીને ટ્રિટ કર્યા વિના જ પરવટ ગામ ખાડી ને લાગીને આવેલા પંપીંગ સ્ટેશન દ્વારા સીધો જ નિકાલ કરવામાં આવી રહ્યો છે.વરસાદી પાણી જ ફકત ખાડીમાં નિકાલ કરવાનો હોય છે પણ બારેમાસ ખાડીમાં ગંદા કેમિકલ વાળા પાણી છોડવામાં આવી રહ્યા છે.
મનપા દ્વારા કરોડોના ખર્ચે કોને સુવિધા પૂરી પડાય રહી છે તે સમજવું મુશ્કિલ બન્યું છે.કેમિકલ મિલોવાળા ની નીકળી પડી છે.કનેકશનો કાપવાની વાત હતી આપવમાં આવ્યા હોય તેમ જણાય આવે છે.ગુજરાત પ્રદૂષણ બોર્ડના નિયમો અને પરિપત્રો ની અવગણના સીધી રીતે કરવામાં આવી રહી છે.મનપાની હદમાં મનપા ની જવાબદારી બને છે.હવે ઉચ સ્તરે તપાસ જરૂરી બની છે.
નવા મ્યુનસિપલ કમિશનર શ્રી તપાસ કરાવે તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી બહાર આવે એમ છે.
Good story
ReplyDelete