સ્વચ્છ સર્વેક્ષણ-2022 માં સોથી સ્વચ્છ શહેર તરીકે સુરત શહેર બીજા ક્રમે જાહેર

સુરત મહાનગપાલિકાના આરોગ્ય વિભાગે સ્વચ્છ સર્વેક્ષણમાં ભારતભરમાં સુરત શહેરને ગાર્બેજ ફ્રી સ્ટાર સિટી તરીકે નામના અપાવી હતી.
સ્વચ્છ સર્વેક્ષણ-2022 માં સોથી સ્વચ્છ શહેર તરીકે સુરત શહેર બીજા ક્રમે જાહેર કરવામાં આવ્યું. સ્વચ્છ સર્વેક્ષણ-2022માં 4354 શહેર દ્વારા ભાગ લેવામાં આવ્યો જેમાં સુરત શહેર વર્ષ-2020,2021 અને 2022માં પણ બીજા ક્રમે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે. ભારત સરકારના દ્વારા એમ્પેનલ એજન્સી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2022 અને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ, જેમાં 4354 જેટલા શહેરોએ ભાગ લીધો હતો.
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિશ્રી, દ્રૌપદી મુર્મુ ની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડ્સ-2022 નું આજરોજ તા.01-10-2022 ના રોજ તાલકટોરા ભવન, ન્યુ દિલ્હી ખાતે આયોજન કરવામાં આવેલ છે. સદર સમારોહમાં "સ્વચ્છ સર્વેક્ષણ-2022" અંતર્ગત સુરત શહેરને દ્વિતીય સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવેલ, જેનો એવોર્ડ મા. મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, મા. કમિશ્નરશ્રી બંછાનિધિ પાની, મિશન ડાયરેક્ટર (SBM-U, Gujarat) શ્રી એસ.કે.પ્રજાપતિ અને ડૉ.આશિષ નાયક, ડે.કમિશનરશ્રી (હેલ્થ અને હોસ્પિટલ) દ્વારા સ્વીકારવામાં આવેલ.
સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડ્સ-2022 અંતર્ગત ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશલ કિશોર દ્વારા 5-સ્ટાર રેટિંગ શહેર જાહેર કરવામાં આવેલ, જેનો એવોર્ડ શહેરના મા. કમિશ્નરશ્રી બંછાનિધિ પાની, ડૉઆશિષ નાયક, ડેકમિશનરશ્રી (હેલ્થ અને હોસ્પિટલ),ડો.પ્રકાશ પટેલ(નાયબ આરોગ્ય અધિકારી) અને ડો.કન્હેયા અરોરા(જુનીયર મેડીકલ ઓફીસર) દ્વારા સ્વીકારવામાં આવેલ.

સ્વચ્છ સર્વેક્ષણ-2022 અંતર્ગત 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુરત શહેર સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમાંક અને 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પણ સુરત શહેરને સૌથી વધુ ગુણ પ્રાપ્ત થયેલ છે. કુલ 7500 ગુણમાંથી સુરત શહેરને 6925 ગુણ પ્રાપ્ત થયેલ છે.

સ્વચ્છ સર્વેક્ષણ-2022 ની માર્ગદર્શિકા મુજબ પ્રેરક દૌર (દિવ્ય, અનુપમ, ઉજ્જવલ, ઉદિત, આરોહી) સન્માન એવોર્ડ કેટેગરીમાં સર્વેક્ષણના વિવિધ પેરામીટર- કચરાનું વર્ગીકરણ, કુલ ઊત્પન્ન કચરાના પ્રોસેસિંગ માટેની ક્ષમતા, ભીના કચરાનું પ્રોસેસિંગ, સુકા કચરાનું પ્રોસેસિંગ, સી એન્ડ ડી વેસ્ટનું પ્રોસેસિંગ/રીસાયકલીંગ/રિયુઝ, અને કચરાના પ્રોસેસિંગ બાદ પ્રોસેસ રીજેક્ટ કચરાને લેન્ડફીલ ખાતે ડમ્પિંગ અને ODF/ODF+/ODF++/Water+ સ્ટેટસ ના આધારે સુરત શહેરને સૌથી ઉચ્ચ Divya (Platinum) કેટેગરીમાં સન્માન આપવામાં આવેલ.

●ડીઝાસ્ટર મેનેજમેન્ટ : સુરત મહાનગરપાલિકા દ્વારા વૈશ્વિક મહામારી કોરોના દરમ્યાન શહેરની હોસ્પિટલ, નર્સિંગ હોમ્સ, લેબોરેટરી, રેડિયો ડાયગ્નોસ્ટીક સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર (CCIC) તથા રહેણાંક અને કોમર્શીયલ વિસ્તારોમાં માસ્ક, ગ્લોવ્ઝ અને PPE કીટ તથા અન્ય બાયો-મેડીકલ વેસ્ટના નિકાલ માટે અલગથી વ્યવસ્થા ઉભી કરેલ, જેમાં દૈનિક ધોરણે 2 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવેલ.

રીડ્યુસ: સુરતમાં ખજોદ ડમ્પસાઈટનું ટ્રાન્સફોર્મેશન કરી ઇકોલોજીકલ સાઇટ બનાવવામાં આવી છે, જે ઘણું સિગ્નિફિકેન્ટ ચેન્જ રહ્યું છે. શહેરમાં કચરાનું ઉત્સર્જન પણ ઘટ્યું છે, કન્ટેનર પણ હટાવી દેવાયા હતા. જે પે એન્ડ યુઝ છે તે પણ અન્ય શહેરોની સરખામણીએ ખૂબ સારા છે. શહેરને સ્વચ્છ રાખવામાં જેટલો ખર્ચ થાય છે તેટલી જ આવક પણ થાય છે.

રીસાઇલઃ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ગંદા પાણીના પ્રોસેસિંગ બાદ પાલિકા દ્વારા ઔધોગિક એકમોને ટ્રીટેડ પાણી સપ્લાય કરી વાર્ષિક 140 કરોડ રેવેન્યુ મેળવે છે. સ્વચ્છતામાં પાલિકાની જે સિસ્ટમ બનાવવામાં આવી છે તે ખૂબ મહત્વનું ભાગ ભજવે છે. રાત્રિ સફાઇની કામગીરીમાં પણ RFID નો ઉપયોગ કરવામાં આવે છે.




Comments

Post a Comment