સેવન સી ન્યૂઝ
સુરત મનપા સેન્ટ્રલ ઝોન વૉર્ડ 12 શાહપોર,તાંતવાડા મદીના મસ્જીદની ગલીમાં ફૂટપાથના વૉટરટેબલની કામગીરી માં વેઠ ઉતારતા કોન્ટ્રાકટર સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી હતી.ચાલુ વરસાદમાં અગાઉથી લાગેલા કોટાસ્ટોન પથ્થરના ચારેબાજુના ખાંચા કોતરી રેતી અને સિમેન્ટ ના લેપડા મારી કામગીરી કરી રહેલા કોન્ટ્રાકટર ને ચાલુ કામેં અટકાવી પાલિકાના અધિકારીને જાણ કરવામાં આવી હતી.પાલિકાના અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીના કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે.ફૂટપાથ રીપેરીંગના 10 મિનિટમાં વરસાદથી સિમેન્ટ અને રેતીનું ધોવાણ થતા ઠેર ઠેર એજ પરિસ્થિતિ જોવા મળી હતી.
નિયમો મુજબ વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં કરવાની કામગીરી ચાલુ વરસાદમાં કરતા નજરે ચડ્યા હતા.વૉટરટેબલ મુજબ પાણી ભરાવો ના થાય, તૂટેલા પથ્થરો ગ્રાઇન્ડિંગ કરી,એક સરખા પથ્થરો નીચે પોલાણ ભરી,જરૂર મુજબ નવા પથ્થરો લાવી કામગીરી કરવા માટે પાલિકા લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપે છે.પાલિકાના જવાબદાર અધિકારીઓના નિરીક્ષણ બાદ પેમેન્ટ ચૂકવાતા હોય છે.જેમાં પાલિકાના ફરજપર અધિકારીઓની બેદરકારી અને લાલીયાવાડીના પાપે નિયમો મુજબ કામગીરી થતી નથી અને મસમોટા બીલો પાસ કરી,પાલિકાની તિજોરી પર ભારણ વધારવામાં આવે છે.
કોન્ટ્રાક્ટરો પાસેથી મસમોટા બીલો પાસ કરવા માટે કટકીરૂપે કમિશન લેતા હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે.
સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવા અને તમામ બીલો અટકાવી કાર્યવાહી કરવા પાલિકા કમિશનર શ્રી ને રજુઆત કરશે.
વિકાસ ની ગાથા..ચાલુ વરસાદે ચાલતી ફૂટપાથ રીપેરીંગ ની કામગીરી.. સ્થાનિકોમાં આક્રોશ..
Comments
Post a Comment