સેવન સી ન્યૂઝ
ભારતના ઈતિહાસમાં મળેલો આ નવમો ગોલ્ડ મેડલ છે. તો વળી એથ્લેટિક્સમાં મળેલો પ્રથમ ગોલ્ડ છે.
• ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો નીરજ ચોપડાએ
• હરિયાણાના સીએમ ખટ્ટરે નીરજ માટે કરી ઈનામોની જાહેરાત
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શ્રી ચોપરાને ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંકમાં મેડલ જીતવા બદલ કરોડ 6 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.
નીરજ ચોપડાને શું શું મળ્યું
- હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રોકડા
- ક્લાસ-1 સરકારી અધિકારી નોકરી
- ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા તરફથી નવી XUV 700
- નીરજને તેના શહેર પંચકૂલામાં બનનાર ખેલાડીઓ માટેના સેન્ટરનો વડો બનાવાશે
નીરજ ચોપરા ભાલાફેંકમાં ટોચના 12 ખેલાડીઓની ફાઇનલના પ્રથમ બે રાઉન્ડના અંતે 12 ઍથ્લીટોની યાદીમાં ટોચ પર રહ્યા અને છેવટ સુધી તેમણે એ લીડ જાળવી રાખી.
23 વર્ષિય નીરજે 87.58 મીટરના થ્રો સાથે સ્પર્ધાની ફાઈનલ માટેના ક્વાલિફિકેશનમાં ટોચ પર રહ્યો હતો. આ સાથે જ તે ભાલા ફેંકની સ્પર્ધાજીતનાર પહેલો ખેલાડી બની ગયો છે.
ખેલમંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે, "ભારતના ગોલ્ડન બૉય. ભારતના ઑલિમ્પિકનો ઇતિહાસ બદલાઈ ગયો છે. તમારું નામ ઇતિહાસનાં પુસ્તકોમાં સ્વર્ણિમ અક્ષરે લખાશે."
Comments
Post a Comment