સુરત શહેર પી.સી.બી.શાખાએ દેશી,વિદેશી દારૂ અને બિયરના ટીનની નાની મોટી કુલ 1901 નંગ બાટલીઓ સાથે બે ને ઝડપી પાડ્યા.
સેવન સી ન્યૂઝ
ઉધના રોડ ન 0 સંજયનગર ઝૂંપડપટ્ટી ગરનાળાના નાકે રોડ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ,દેશી દારૂ અને બિયરના ટીન ની નાની મોટી કુલ નંગ 1901 બાટલીઓ કિંમત 1,30,018/- રૂપિયા અને થ્રી વ્હીલ ટેમ્પો,બે મોબાઇલ મળી કુલ 2,60,518/- રૂપિયાના મત્તા નો મુદ્દામાલ સાથે બે ઈસમને ઝડપી પાડ્યા હતા.
પી.સી.બી.શાખાના ઇન્સ્પેક્ટર જે.એસ.ભાટિયાની મૌખિક સૂચના શહેર માં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવી કાયદેસર કાર્યવાહીની સૂચનાના આધારે પી.સી.બી.ના અ.પો.કો.ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ તથા એ.એસ.આઈ.વિપુલ મંગુભાઈને મળેલી સચોટ બાતમીના આધારે ઉધના રોડ ન 0 સંજયનગર ઝૂંપડપટ્ટી ગરનાળાના નાકે રોડ ઉપર થી વોચ ગોઠવી આરોપી અજય જયરામ પાસવાન અને શીવસાગર ગીરધારીલાલ પટેલ ને ઝડપી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ દર્શાવી ઉધના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
![]() |
Comments
Post a Comment