લક્ષ્ય ટ્રસ્ટ સુરત અને સુરત મ્યુન્સિપલ કોર્પોરેશનના સહયોગથી લક્ષીત સમુદાય માટે કોવિડ 19 રસીકરણ તેમજ જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
સેવન સી ન્યૂઝ
ભારત સરકાર દ્વારા જે રીતે મહાન રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે તે મુજબ સમુદાય અલગ અલગ જૂથો દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે ભાગરૂપે આજરોજ તારીખ 10/8/2021 ના રોજ લક્ષ્ય ટ્રસ્ટ સુરત તરફથી અને સુરત મ્યુન્સિપલ કોર્પોરેશન ના સહયોગ તેમજ યુ. એન. ડી. પી પ્રોજેક્ટ ના સહયોગથી ટ્રાન્સજેનડર્સ તેમજ સમલૈંગિક સમુદાયના લોકો માટે આજરોજ રૂસ્તમપુરા કૉમ્યૂનિટી હોલ સુરત ખાતે રસીકરણ તેમજ જાગૃતિ શિબિર નું સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લક્ષ્ય ટ્રસ્ટ સુરતના 121 સમુદાયના લોકો હાજર રહ્યા હતા અને રસીકરણનો લાભ આ સમુદાયના સભ્યો એ લીધો હતો.
ત્રણ દિવસ મહા રસીકરણ પ્રોગ્રામ ચાલશે.તા 10 ઓગસ્ટ થી આ રસીકરણ અભિયાન તા 12 અને 13 ગુરૂવાર અને શુક્રવાર ના દિવસે પણ રૂસ્તમપુરા કૉમ્યૂનિટી હોલ ખાતે ચાલુ રહેશે.
કોરોનાની ત્રીજી લહેર અટકાવવા અને જાગૃતિ લાવવાના હેતુ મહા રસીકરણ અભિયાન હેઠળ લક્ષ્ય ટ્રસ્ટ અને યુ.એન.ડી.પી. પ્રોજેકટ ના સહયોગ થી મંગળવાર ના દિવસે લક્ષીત સમુદાય 121 સભ્યોએ કોવિડ 19 રસી નો લાભ લીધો હતો.આગામી 2 દિવસોમાં સારા પ્રતિસાદ ની સંભાવના છે.
લક્ષય ટ્રસ્ટ છેલ્લા 21 વર્ષથી સુરત શહેરમાં ગુજરાત એડ્સ કંટ્રોલ પોગ્રામ હેઠળ HIV/AIDS જન જાગૃતિ નું તેમજ આરોગ્ય લક્ષી સેવાઓનું લક્ષીત જૂથ માટે કામ કરી રહીયુ છે.
Comments
Post a Comment