સમીરને ન્યાય આપોની માંગ સાથે રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યા.

સેવન સી ન્યૂઝ

ઉમરા પોલીસ વાનમાં સમીર અન્સારી સાથે બનેલી ઘટનામાં દોષીતો સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરી  પગલાં ભરવા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું.




ઉમરા પોલીસે તા 22-07-21 ના રોજ વેસુ એન્જીન કાફેની બહારથી માસ્કના નામેં સમીરની અટક કર્યા બાદ 30 મિનિટમાં શુ ઘટના બની તે રહસ્યની તપાસ હાલ ચાલી રહી છે.ઘટનાના 10 દિવસ વીતવા છતાં હકીકત બહાર આવી નથી.તપાસ અને પોલીસ કામગીરી ને લઈને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.પીડિતના પરિવાર અને અટક સમયે હાજર મિત્રો દ્વારા સમીરની સાથે બનેલી ઘટના માટે માત્ર અને માત્ર ઉમરા પોલીસને જવાબદાર ગણાવી રહયા છે.ઉમરા પોલીસ પણ આ મામલે ચુપકીદી સાધી લીધી હોઈ તેમ દેખાઈ આવે છે.


સુરત પોલીસ કમિશનરશ્રી અજય તોમર દ્વારા ઘટનાની તપાસ માટે આદેશો કર્યા છે.હવે સમગ્ર મામલો તપાસ પુરી થયે હકીકત બહાર આવશે તેની પીડિતના પરિવાર રાહ જોઈ રહ્યા છે.

આ ઘટના બાદ સમીરને ન્યાય અપાવવા અને દોષીતો સામે કડક કાર્યવાહી માટે જાણે આખું સુરત શહેર સમીરને ન્યાય આપોની ઝુંબેશમાં જોડાઈ ગયું છે.રાજકીય અને સામાજિક આગેવાનો આગળ આવી રહ્યા છે અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપી ન્યાય માટે અપીલ કરી હતી.

સમીરની તબિયતમાં સુધારા માટે દુઆઓ અને પ્રાથના કરવામાં આવી રહી છે.લોકો દ્વારા પોલીસની કામગીરીની નિંદાઓ કરવામાં આવી રહી છે.પોલીસ દમનના આ વર્ષ માં ઘણા બનાવો બન્યા છે જેવાકે કસ્ટડીયલ ડેથ,ભલામણ કરનારને ઢોરમાર મારવા કે ખોટી રીતે કનડગત કરવા જેવી ઘટનામાં પોલીસની કામગીરીને લઈને લોકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસની નોકરી લાગી એટલે લોટરી લાગી હોય તેમ પોતાની સત્તા અને પાવરનો ગેરઉપયોગ કરનાર પોલીસ કર્મચારીને કાયદા અને ફરજનું ભાન કરાવવું જરૂરી બન્યું હોય તેમ દેખાઈ આવે છે.પોતાની સત્તાનો દુરુપયોગ કરતા પોલીસ કર્મચારી પર કમિશનર સાહેબ લાલ આંખ કરે અને અંકુશમાં લાવે તેવી માંગો કરવામાં આવી રહી છે.

સમીર સાથે પોલીસ વાન બનેલી ઘટનાના 10 દિવસો વીતવા છતાં પોલીસ તરફ થી કોઈ નિવેદનો અપવામાં આવ્યા નથી.પોલીસ પીડિત હોય તો તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી કરતી પોલીસ આ મામલે કેમ ઢીલું વલણ રાખી રહી છે અને આરોપીને પૂરતો સમય છટકબારી માટે અને પુરાવાનો નાશ કરવા આપી રહી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

તપાસનીશ અધિકારીઓ દ્વારા આજદિન સુધી તે દિવસે વાનમાં ફરજપર હાજર પોલીસ કર્મચારીઓના નામ પણ જાહેર કર્યા નથી ?


MUSTAQ BAIG
MO.9998053770
        9998070084
.

Comments