ઉમરા પોલીસ ની કામગીરી આવી વિવાદ માં માસ્ક નામે અટક કરેલ સમીર કોમાં માં હાલત ગંભીર માથા માં 6 જેટલા ફ્રેકચર...
સેવન સી ન્યૂઝ
સુરત: તારીખ 22 ના રોજ સાંજે 8.30 કલાકે વેસુ માં કોફી પીવા ગયેલા 6 મિત્રો માંથી એક ને માસ્ક ના પહેરવા બદલ ઉમરા પોલીસ ની મોબાઇલ વાન માં બેસાડી લઈ ગયા ના 30 મિનિટમાં માં પોલીસ દ્વારા તેમના મિત્રોને ફોન કરી જાણ કરાઈ હતી કે તમારો મિત્ર ચાલુ વાન માંથી કુદી જતા ગમ્ભીર રીતે ઘાયલ થયેલ છે.તેમના મિત્રો જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચી ને જોયું તું સમીર બેભાન અને અર્ધમરી હાલત માં જોવા મળ્યો હતો.સમીર ની આવી હાલત જોઈ મિત્રો અને પરિવારજનો હેબતાઈ ગયા હતા અને વધુ સારવાર માટે એપલ હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાંના ફરજપર તબીબ દ્વારા સમીર ને માથા ના ભાગે લગભગ 6 ગંભીર ફ્રેક્ચર થયાનું જણાવ્યું હતું.માથા માં ફ્રેક્ચર ના કારણે સમીર કોમાં માં ચાલ્યો ગયો હતો.
ઉમરા પોલીસ ના કહેવા મુજબ દન્ડ થી બચવા સમીર ચાલુ વાન માંથી કુદી ગયો હતો અને ઇજાગ્રસ્ત થયો પણ એપલ મોબાઈલ, એપલ ના ઇઅર પોડ અને ફોર વહીલ ગાડી લઈને ફરનાર આ યુવાન દંડ થી બચવા કુદી પડ્યો હોય તે વાત ગળે ઉતરતી નથી.ચોક્કસપણે પોલીસ ની ખુમારી અને બેદરકારી નો ભોગ બન્યો હોય તેમ દેખાઈ આવે છે.પોલીસ ની કામગીરી ને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે.સમીર ના મિત્રો ના જણાવ્યા અનુસાર સમીર માસ્ક નો દન્ડ જગ્યા પર ભરવા તૈયાર હતો તેમછતાં પોલીસ દવારા નામ પૂછ્યા બાદ વધુ આક્રમક બની હતી અને કોલર પકડી બીભત્સ ગાળો બોલી ઘસડી ને વાન માં બેસાડી દીધો હતો.કોઈ મોટા ગુનેગાર ને પકડતા હોય તેવી રીતે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો.તેમના મિત્રો સમીર ને ફોન પર ફોન કરતા રહ્યા પણ કોઈ જવાબ મળ્યા નહોતા અડધા કલાક પછી સમીર ના નમ્બર પરથી પોલીસ નો ફોન આવ્યો હતો અને સમીર ચાલુ વાન માંથી કુદી ગયો છે અને ઇજાગ્રસ્ત છે તેમ જણાવી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના માં પોલીસ ની કામગીરી અને ભૂમિકા શંકાસ્પદ હોય તેમ જણાય આવે છે તેવા આક્ષેપો સમીર ના પરિવાર દવારા કરાયાં છે.
- પોલીસે અટક કર્યા બાદ આરોપી ની તમામ રક્ષા અને સુરક્ષા મામલે પોલીસ ની જવાબદારી હોય છે કે સહી સલામત નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવાની પણ અહીંયા તો માસ્ક ના દન્ડ જેવા સામન્ય ગુના માં સમીર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
- ઘટના ને દબાવવા અને છુપાવવા ના પ્રયાસો હાથ ધરાયા હોય તેમ જણાય આવે છે?
- કોઈ પણ વ્યક્તિ ચાલુ ગાડીએ કૂદે તો પ્રથમ હાથ,પગ,કોણી, ઘૂંટણ પર વધુ ઇજાઓ થાઈ પણ માથા ના પાછળ ના ભાગે લગભગ 6 ફ્રેક્ચર થાઈ તે માનવું અઘરૂં છે જ્યારે હાથ,પગ,કોણી અને ઘૂંટણ પર સામન્ય ઇજાઓ છે.
- સમીર હાલ કોમાં ની અવસ્થા માં એપલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહયો છે.
- સમીર ના પરિવારજનો એ પોલીસ કમિશનર ને સમગ્ર ઘટના ની તપાસ કરી દોષીતો સામે કડક કાર્યવાહી માટે ફરિયાદ કરી છે.
તંત્રી: મુસ્તાક બેગ : ૯૯૯૮૦-૫૩૭૭૦
Comments
Post a Comment